લાપાસરી પાસે હિટ એન્ડ રન : અજાણ્યા ડમ્પર અડફેટે બાઇકચાલક યુવકનું મોત

  શહેરમા લાપાસરી રોડ પર કોઠારીયા પાસે ભડીયા સામે રહેતો યુવાન માલઢોર માટે ખોળ લઇને જઇ રહયો હતો ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા…

 

શહેરમા લાપાસરી રોડ પર કોઠારીયા પાસે ભડીયા સામે રહેતો યુવાન માલઢોર માટે ખોળ લઇને જઇ રહયો હતો ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હીટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા યુવકનુ સારવારમા મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લાપાસરી રોડ પર કોઠારીયા પાસે ભડીયા સામે રહેતો વેદરાજ કાળુભાઇ માલાણી નામનો 43 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના અરસામા બાઇક લઇને લાપાસરી રોડ પર કામળીયા ગૌશાળા પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે વેદરાજ માલાણીના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો જયા તેની સારવાર કારગત નીવડે તે પુર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમીક પુછપરછમા મૃતક વેદરાજ માલાણી 3 ભાઇમા મોટો હતો અને તેને સંતાનમા 1 પુત્ર અને 1 પુત્રી છે. માલઢોરનુ કામ કરતા વેદરાજ માલાણી માલઢોર માટે ખોળ લઇ ઘરે જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *