ખંઢેરી સ્ટેડિયમ પાસે હિટ એન્ડ રન: અજાણ્યા ટ્રકની અડફેટે બાઈક ચાલક શિક્ષકનું મોત

રાજકોટ શહેરમાં હિટ એન્ડ રન અને અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતમાં શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના મવડી વિસ્તારમાં…

રાજકોટ શહેરમાં હિટ એન્ડ રન અને અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતમાં શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

શહેરના મવડી વિસ્તારમાં દોશી હોસ્પિટલ પાસે આવેલા શિવનગરમાં રહેતા 52 વર્ષીય જયેશભાઈ હસમુખભાઈ જોશી ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
મળતી વિગતો અનુસાર, જયેશભાઈ પડધરી ખાતે આવેલી શાળામાં વિદ્યાર્થીઓના ક્લાસ પૂર્ણ કરીને પોતાનું બાઈક લઈને રાજકોટ પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન ખંઢેરી સ્ટેડિયમ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે જયેશભાઈ રોડ પર પટકાતા તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત શિક્ષકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
મૃતક જયેશભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે. શિક્ષકના અકાળે અવસાનથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે જોશી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *