વઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યો

સુરેન્દ્રનગરના વઢવાણમા શોરૂમમાથી છુટીને ઘરે જતા આધેડનુ અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ રાજકોટમા સારવાર…

સુરેન્દ્રનગરના વઢવાણમા શોરૂમમાથી છુટીને ઘરે જતા આધેડનુ અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ રાજકોટમા સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વઢવાણમા આવેલી ધોરીપોળ વિસ્તારમા રહેતા ભરતભાઇ વશરામભાઇ ચારોલા નામના પ3 વર્ષના આધેડ પાંચ દિવસ પુર્વે શોરૂમમાથી છુટીને ઘરે જઇ રહયા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમા શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમા મૃતક આધેડ 3 ભાઇ એક બહેનમા મોટા હતા અને શોરૂમમાથી છુટીને ઘરે જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સુરેન્દ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *