રાજકોટમાં રાજ્યના પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

ડીજીપી સાથે ચાર મહાનગરના પોલીસ કમિશનર અને 9 રેન્જના આઈજી સહિતના અધિકારીઓ સાથે સરહદી સુરક્ષા સહિતની બાબતો ઉપર ચર્ચા રાજકોટમાં રાજયના પોલીસ વડા વીકાસ સહાયની…

ડીજીપી સાથે ચાર મહાનગરના પોલીસ કમિશનર અને 9 રેન્જના આઈજી સહિતના અધિકારીઓ સાથે સરહદી સુરક્ષા સહિતની બાબતો ઉપર ચર્ચા

રાજકોટમાં રાજયના પોલીસ વડા વીકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે આજે રાજયની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરા ના પોલીસ કમિશ્નર તેમજ 9 રેન્જ આઈજી તેમજ સી.આઇ.ડી. ક્રાઇમ, ટેકનિકલ સેવાઓ, કોસ્ટલ સિક્યુરિટીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા તેમજ મંદિરો તેમજ ગેસ પ્લાન્ટની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા અણઉકેલ બનાવોમાં પોલીસે કરેલી કામગીરી બાબતે ચર્ચા કરી તેની સમીક્ષા કરવામાં આવી હતી. ડીજીપી તરીકે ચાર્જ લીધા બાદ વિકાસ સહાય ગત મે-2023માં પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજી હતી ત્યાર બાદ દોઢ વર્ષ પછી ફરી રાજકોટ ખાતે રાજય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પ્રથમ વખત ગુજરાત સ્ટેટની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતના પોલીસ વડા બન્યા બાદ વિકાસ સહાય દ્વારા ગત 15/3/2023ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના અધિકરીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી ત્યાર બાદ 17 મહિના પછી આજે પ્રથમ વખત ગુજરાત રાજયની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામ આવ્યું હતું.

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાનાર ગુજરાતની પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક,વડોદરા પોલીસ કમિશ્નર નરસિંહમ્હા કોમાર,સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તેમજ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, અમદાવાદ રેન્જ આઈજી જે.આર.મોથલીયા, ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ ,વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ, સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, જૂનાગઢ રેન્જ આઈજી નીલેશ ઝાંઝડિયા, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, પંચમહાલ-ગોધરા રેન્જ આઈજી આર.વી.અસારી અને રેન્જ આઈજી રેલ્વે રેન્જ આઈજી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ડીજીપી વિકાસ સહાયનું પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટાભાગના પોલીસ અધિકરીઓએ રાત્રી રોકાણ રાજકોટ ખાતે કર્યું હતું અને સવારે 11 વાગ્યાથી શરુ થયેલી આ ગુજરાત સ્ટેટ લેવલની ક્રાઈમ કોન્ફરન્સ સાંજે પૂરી થશે.

આ ક્રાઈમ કોન્ફરન્સમાં ગુનાખોરીના આંકડા તેમજ ગુનાઓની થિયરી ઉપર સમીક્ષા કરી અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢપણે જળવાઇ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા કરવમાં આવી હતી તેમજ ડીજીપી વિકાસ સહાય દ્વારા જરૂૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *