બાબરાના ચમારડીમાં હિટ એન્ડ રન : કાર અડફેટે બાઇક ચાલકનું મોત

બાબરા તાલુકાનાં ચમાડી ગામે રહેતા વૃધ્ધ 10 દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇ પોતાની વાડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત…

બાબરા તાલુકાનાં ચમાડી ગામે રહેતા વૃધ્ધ 10 દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇ પોતાની વાડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હીટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા વૃધ્ધે ટુકી સારવાર દરમ્યાન હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ બાબરાનાં ચમાડી ગામે રહેતા ભીખાભાઇ લીંબાભાઇ સોજીત્રા નામનાં 7પ વર્ષનાં વૃધ્ધ 10 દીવસ પુર્વે પોતાનુ બાઇક લઇ પોતાની વાડી તરફ જઇ રહયા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હીટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા જયા વૃધ્ધનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમીક પુછપરછમા મૃતક વૃધ્ધ બે ભાઇ એક બહેનમા મોટા હતા અને તેમને સંતાનમા બે પુત્ર અને ચાર પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે બાબરા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુધ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *