હિટ એન્ડ રન : ચોટીલા દર્શન કરવા આવેલા યુવકને કારે ઉલાળતા મોત

છોટાઉદેપુરના પાટલીયા ગામનો યુવાન રસ્તો ઓળંગતા સર્જાયો અકસ્માત છોટા ઉદેપુરના પાટલીયા ગામે રહેતો યુવાન ચોટીલા દર્શન કરવા આવ્યો હતો. તે દરમિયાન રસ્તો ઓળંગતી વખતે યુવકને…

છોટાઉદેપુરના પાટલીયા ગામનો યુવાન રસ્તો ઓળંગતા સર્જાયો અકસ્માત

છોટા ઉદેપુરના પાટલીયા ગામે રહેતો યુવાન ચોટીલા દર્શન કરવા આવ્યો હતો. તે દરમિયાન રસ્તો ઓળંગતી વખતે યુવકને અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, છોટા ઉદેપુરના પાટલીયા ગામે રહેતો કલ્પેશ ભીમસિંગભાઈ રાઠવા નામનો 27 વર્ષનો યુવાન ગત તા.24નાં રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ચોટીલા પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક કલ્પેશ રાઠવા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. કલ્પેશ રાઠવા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આવ્યો હતો. તે દરમિયાન રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *