હિટ એન્ડ રન: રિક્ષામાં બેસી કામે જતા મુસાફરનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે…

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે રહેતો શ્રમિક યુવાન રિક્ષામાં બેસી કામ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલાકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા રીક્ષા સવાર મુસાફરનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા ફાટક પાસે સરદાર પતરાની બાજુમાં રહેતા સલમાન દિલશાહ ખાન નામનો 30 વર્ષનો યુવાન સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં રીક્ષામાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. મૃતક યુવાન ચાર ભાઈ ચાર બહેનમાં વચેટ અને અપરિણીત હતો.

મૃતક યુવાન શાપર રીક્ષામાં બેસી કામ માટે જઈ રહ્યો હતો ત્યારે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *