હિટ એન્ડ રન: ટંકારા તાલુકાના સાવડીમાં કારચાલકે સાઈકલને ઉલાળતા આધેડનું મોત

અકસ્માતમાં અન્ય બે શ્રમિક યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા ટંકારાના સાવડીમાં કાર ચાલકે સાયકલ ચાલક સહિત બે શ્રમિકને ઠોકરે ચડાવ્યા હતા. હિટ એન્ડ રનની…

અકસ્માતમાં અન્ય બે શ્રમિક યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા

ટંકારાના સાવડીમાં કાર ચાલકે સાયકલ ચાલક સહિત બે શ્રમિકને ઠોકરે ચડાવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાયકલ ચાલક આધેડનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાના સાવડીમાં રહેતા પ્રવીણભાઈ ઉગાભાઇ ગોહિલ નામના એકાઉન્ટ વર્ષના આધેડ બે દિવસ પૂર્વે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ગામ પાસેથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે સાઈકલ ચાલક પ્રવીણભાઈ ગોહિલ સહિત અન્ય બે શ્રમિકને ઠોકરે ચડાવતા અકસ્માત સજાયો હતો અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટ્યો હતો જે હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાયકલ ચાલક પ્રવીણભાઈ ગોહિલને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ આધેડે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગની છવાઈ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતા ટંકારા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક સાયકલ ચાલક આધેડ છ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને સાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે જીવલેણ અકસ્માત સર્જયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *