જામનગર મહાપાલિકામાં 20 વર્ષનું સૌથી ઉંચુ મતદાન

  જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દસકાનું સૌથી ઉંચુ 58 ટકા મતદાન નોંધાયું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં એસઆઈઆરની અસર વાળા વોર્ડ નં.2,9,10,16 અને 14માં…

 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દસકાનું સૌથી ઉંચુ 58 ટકા મતદાન નોંધાયું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં એસઆઈઆરની અસર વાળા વોર્ડ નં.2,9,10,16 અને 14માં તેમજ ગુજસીટોકના આરોપી ઉમેદવારોના વોર્ડ નં.12 તેમજ અતુલ ભંડેરીના વોર્ડ નં.16માં ઉંચુ મતદાન નોંધાયું છે. અગાઉ 2021માં અહિં 53 ટકા મતદાન નોંધાયું હતું તેની સામે ચાલુ ચૂંટણીમાં 4.2 ટકા મતદાન વધ્યું છે. એસઆઈઆરના કારણે મતદારો 9 ટકા ઘટયા હતાં છતાં મતદાનમાં નોંધાયેલો વધારો સૌને ગોટે ચડાવે તેવો છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજે શહેરના વિવિધ વોર્ડ માં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન યોજાયું હતું. સવારે પ્રારંભ થી જ મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન સતત મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી.

મળેલ પ્રાથમિક આંકડાઓ મુજબ કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 4,42,841 હતી, જેમાંથી કુલ 2,56,185 મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,40,014 રહી હતી, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1,16140 નોંધાઈ હતી. આ મુજબ કુલ મતદાન ટકાવારી અંદાજે 57.84 ટકા રહી હતી. જેમાં પુરુષ મતદાન ટકાવારી આશરે 61.58 ટકા તથા મહિલા મતદાન ટકાવારી આશરે 53.90 ટકા નોંધાઈ છે. વોર્ડવાઇઝ મતદાન ટકાવારીમાં કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતા વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રમાણમાં મતદાન નોંધાયું હતું. કેટલીક જગ્યાએ 70 ટકા જેટલું મતદાન નોંધાયું, જ્યારે ઓછા મતદાન ધરાવતા વિસ્તારોમાં આશરે 46 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વોર્ડ નંબર એક માં 75.93 ટકા તથા સૌથી ઓછું વોર્ડ નંબર 5 માં 45.89 ટકા મતદાન નોંધાયુ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મતગણતરીની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરાશે, જેના પરિણામે શહેરના નવા નગરપાલિકા પ્રતિનિધિઓ નક્કી થશે. જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. સમગ્ર શહેરમાં મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકશાહી પર્વને ઉજવવા મોટી સંખ્યામાં નાગરિકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી દરમિયાન વોર્ડ મુજબ મતદાન ટકાવારીમાં ફેરફાર જોવા મળ્યો હતો. જેમાં વોર્ડ નંબર 1 માં સૌથી વધુ 75.93 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વોર્ડ નંબર 5 માં સૌથી ઓછું 45.89 ટકા મતદાન નોંધાયું હતું.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અન્ય વોર્ડોમાં પણ સરેરાશ મતદાન નોંધાતા ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. મતદાન દરમિયાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમગ્ર પ્રક્રિયા પાર પડી હતી.

જામનગર શહેરના દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં મતદાનને લઈને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આજે દેવરાજ દેપાળ સ્કૂલમાં આવેલા મતદાન મથકે પોતાના પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું હતું. તેમણે પોતાના માતા, પિતા અને પત્ની સાથે લોકશાહી પર્વમાં ભાગ લઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે નાગરિકોને સંદેશ આપતા વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક મતદારનો મત અગત્યનો છે અને દરેકે પોતાના હક્કનો ઉપયોગ કરવો જોઈએ. જામનગર શહેરમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે અને નાગરિકોમાં મતદાન પ્રત્યે સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

જિલ્લા પંચાયતની કુલ 24 બેઠક પર 62.17 ટકા મતદાન
જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત ની 23 બેઠકો માટે ની ચૂંટણી અંતર્ગત મતદારો માં લોકશાહીના પર્વ પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 6 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 5,04,071 મતદારો માંથી કુલ 63.17 ટકા મતદાન દર્શાવે છે. પુરુષ મતદારોમાં 60.38 ટકા જ્યારે મહિલા મતદારોમાં 50.33 ટકા મતદાન નોંધાયું છે, જે પુરુષોની સરખામણી એ મહિલાઓ માં થોડું ઓછું નોંધાયું છે. કુલ મળી ને જિલ્લામાં મતદારોમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન થયાનું ચિત્ર સામે આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખવામાં આવી હતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્ર અને રાજકીય પક્ષો એ રાહત ના શ્વાસ લીધો છે. હવે મંગળવાર તારીખ 28 ના મતગણતરી હાથ ધર્યા પછી જિલ્લા પંચાયતમાં સત્તાનું શું કામ કોણ સંભાળે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

 

કુલ 23 ઈવીએમ મશીન બદલવા પડ્યા
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી, દરમિયાન 23 જગ્યાઓ પર ઈવીએમ મશીનોમાં ટેકનિકલ ખામી નોંધાઈ હતી. જોકે તમામ સ્થાન ઉપર ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ મશીન માં ખામી દૂર કરવાની, અથવા તો ઇવીએમ મશીન બદલવાની પ્રક્રિયા તુરતજ હાથ ધરી લેવામાં આવી હતી. મળેલ વિગતો મુજબ જામનગર મહાનગર પાલીકા ની ચૂંટણી દરમિયાન સી.યુ. -2 ઇ.વી.એમ મશીન અને બી.યૂ -12 મશીનોમાં ખામી નોંધાઈ હતી. અને તમામ સ્થળે તે ખામી દુરસ્ત કરી લેવાઇ હતી. જામનગર જીલા પંચાયત ની ચૂંટણીમાં સી.યૂ.- 5 અને બી.યૂ. – 4 મશીનોમાં ખામી નોંધાઈ હતી. આમ બન્ને મળી કુલ સી.યૂ.- 7 અને બી.યૂ. 16 સહિત 23 મશીનોમાં ટેકનિકલ સમસ્યા નોંધાઈ હતી. આ તમામ જગ્યાઓ પર તાત્કાલિક રિઝર્વ મશીનો ઉપલબ્ધ કરાવીને મતદાન પ્રક્રિયા વિના વિલંબે ફરી શરૂૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણી કામગીરી પર કોઈ ખાસ અસર પડી નહોતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખવામાં આવ્યું હતું.

જામનગર તાલુકા પંચાયતની 107 બેઠક માટે 73.29 ટકા મતદાન
જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની 107 બેઠક માટે આજે 62.29 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન ની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયત જેમાં જામનગર કાલાવડ લાલપુર જામજોધપુર ધ્રોલ અને જોડિયાની ફૂલ 112 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પછી પાંચ બેઠકો બિનહરી થતા 107 બેઠકો માટે આજે મતદાન યોજાયુ હતું .સવારે સાત વાગ્યાથી ધીમી ગતિ એ મતદાનનો પ્રારંભ થયો હતો જે સાંજે 6 વાગ્યા ચાલુ રહ્યું હતું . જેમાં બપોરે ગરમી ન કારણે બે કલાક સુધી મતદારો નો ઘસારો ઓછો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતમાં કુલ 2,62,985 પુરુષ અને 241086 મહિલા મતદારો નોંધાયા છે.જેમાં થી આજે કુલ 3,13,404 મતદારો એ પોતા ના મતાધિકાર ના ઉપયોગ કરતા 62.29 ટકા મતદાન થયુ હતું આમ ઉમેદવારો નું ભાવિ ઈ વી એમ માં સીલ થયું છે. હવે મંગળવારે મતગણતરી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *