નગરપાલિકાઓની બેઠકોમાં પણ ધારણા કરતા વધુ મત પડ્યાં, કોની તરફેણમાં ? કોની વિરૂધ્ધમાં તેનો કાલે ફેંસલો: જિલ્લા પંચાયતોમાં સૌથી ઓછુ ઢેબર બેઠક પર 53.02 ટકા અને ધ્રાસણવેલ પર 36.77 ટકા મતદાનમાં મતદારોની નિરાશાએ સસ્પેન્સ સર્જ્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની વાડીનાર બેઠક પર સૌથી વધુ 83.97 ટકા મતદાન અને તાલુકા પંચાયતમાં કાઠી દેવળીયા (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ 86.04 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયતમાં સૌથી ઓછું મતદાન ઢેબર બેઠક પર 53.02 ટકા અને તાલુકા પંચાયતની ધ્રાસણવેલ (દ્વારકા) બેઠક પર 36.77 ટકા મતદાન થયું છે.
દ્વારકા જિલ્લા પંચાયતની બેઠકમાં ભાણવડ તાલુકામાં આવતી વેરાડ બેઠક પર 61.90 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી નંદાણા બેઠક પર 74.16 ટકા, દ્વારકા તાલુકામાં આવતી વરવાળામાં 68.17 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક પર 73.97 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી ભોગાત બેઠક પર 83.29 બેઠક અને દ્વારકા તાલુકામાં આવતી વરવાળા બેઠક પર 81.50 ટકા સૌથી વધુ મતદાન થયું છે.
જ્યારે, જિલ્લા પંચાયતની ખંભાળિયા તાલુકામાં આવતી ચારબારા બેઠક પર 57.89 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક 53.02 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી લાંબા બેઠક પર 54.88 ટકા, દ્વારકા તાલુકામાં આવતી બરડીયા બેઠક પર 55.87 ટકા તેમજ તાલુકા પંચાયતમાં ખંભાળિયા તાલુકામાં ચારબારા બેઠક પર 55.50 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ગડુ બેઠક પર 41.40 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી પટેલકા બેઠક પર 47.21 ટકા અને દ્વારકા તાલુકામાં આવતી ધ્રાસણવેલ બેઠક પર 36.77 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
જ્યારે, નગરપાલિકામાં જોઈએ તો, ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં.08માં 70.11 ટકા, જામ રાવલના વોર્ડ નં.06માં 86.45 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે, ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં.07માં 56.06 ટકા અને જામ રાવલના વોર્ડ નં.71.11 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
