રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે હાઇ વોલ્ટેજ T20 જંગ

ભારત શ્રેણી જીતવા અને ઇંગ્લેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા મેદાને ઉતરશે તમામ ટિકિટો વેચાઇ જતા નિરંજન શાહ ગ્રાઉન્ડ ખીચોખીચ, મધરાત સુધી ક્રિકેટોત્સવ 484 પોલીસ જવાનો…

ભારત શ્રેણી જીતવા અને ઇંગ્લેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા મેદાને ઉતરશે

તમામ ટિકિટો વેચાઇ જતા નિરંજન શાહ ગ્રાઉન્ડ ખીચોખીચ, મધરાત સુધી ક્રિકેટોત્સવ

484 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખડેપગે, ટ્રાફિકજામ થવાની ભીતિ

ગ્રાઉન્ડમાં ચાર મોટી સ્ક્રીન સાથે મનોરંજન માટે ડીજેની પણ વ્યવસ્થા, સાંજે 4 વાગ્યાથી શરૂ થશે ગ્રાઉન્ડમાં એન્ટ્રી

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમા આજે સાંજે સાત વાગયાથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટી-20 ક્રિકેટ મેચ રમાનાર છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતના ક્રિકેટ રસિયાઓમા ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. મેચની મોટાભાગની ટિકિટોનુ વેચાણ થઇ જતા આજના મેચમા આખુ સ્ટેડિયમ ખીચોખીચ થઇ જાય થેવી સ્થિતિ છે.
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝમા ભારત પ્રથમ બે મેચ જીતી આગળ હોવાથી આજે ભારત સિરીજ જીતવા માટે તથા ઇંગ્લેન્ડની ટીમ સિરીજ જીવંત રાખવા માટે મેદાનમા ઉતરશે પરિણામે આજનો જંગ હાઇવોલ્ટેજ બની રહેશે.

આજની મેચ માટે સાંજે ચાર વાગ્યાથી સ્ટેડિયમમા એન્ટ્રી શરૂ કરવામા આવશે. સુરક્ષા વ્યવસ્થા માટે 484 પોલીસ જવાનો તૈનાત કરવામા આવ્યા છે.

રાજકોટ ના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરિઝ ની ત્રીજી મેચ આજે રમાશે. રાજકોટના ખંઢેરી પાસે આવેલ સ્ટેડિયમમાં સાંજે 7 થી રાત્રે 1 વાગ્યા સુધી મેચ રમાશે. મેચને પગલે તંત્રએ રાજકોટ-જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળDy.SP.સહિત 482 જેટલા પોલીસ તેમજ 400 ખાનગી સિક્યુરિટી ખડેપગે રહેશે.

થોડા દિવસ અગાઉ ભારત અને આર્યલેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ મેચ રમાઈ હતી. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ઝ20 મેચ સાંજે 7 વાગ્યે શરૂૂ થશે અને તેનું લાઇવ પ્રસારણ 25 કેમેરા, બે જીમી કેમેરા, બે બગી કેમેરા, એક ડ્રોન અને એક સ્પાઈડર કેમેરાની મદદથી કરવામાં આવશે. આ સાથે, ગ્રાઉન્ડની અંદર ચાર મોટી કઊઉ સ્ક્રીન પણ લગાવવામાં આવી છે, જેમાં લોકો લાઈવ સ્ક્રીન જોઈ શકશે. મનોરંજન માટે ડીજેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા મેચ દરમિયાન ચોગ્ગા, છગ્ગા કે વિકેટ પડે ત્યારે ડીજે વગાડીને લોકોનું મનોરંજન કરવામાં આવશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનું બગી કેમેરા દ્વારા લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે. બગી કેમેરા એક આધુનિક કેમેરા છે, જેની કિંમત પણ લાખોમાં છે. આ કેમેરા મેચ દરમિયાન સમગ્ર મેદાનમાં બાઉન્ડ્રી લાઇન પર 360 ડિગ્રી ફેરવી શકે છે. આ કેમેરા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. સ્પાઈડર કેમેરા એ કેબલ-સસ્પેન્ડેડ કેમેરા સિસ્ટમ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ક્રિકેટ પીચ, ફૂટબોલ મેદાન અથવા ટેનિસ કોર્ટ જેવા રમતગમતના મેદાનો પર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *