જેતપુરના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટની આજીવન સજા કાયમ રાખતી હાઇકોર્ટ

જેતપુરમાં થયેલી ડબલ મર્ડરની હત્યામાં સેશન્સ કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી પક્ષે સેસન્સ કોર્ટે કરેલી સજાની અપીલ હાઇકોર્ટમાં…

જેતપુરમાં થયેલી ડબલ મર્ડરની હત્યામાં સેશન્સ કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી પક્ષે સેસન્સ કોર્ટે કરેલી સજાની અપીલ હાઇકોર્ટમાં કરી હતી. જે મામલે હાઇકોર્ટે આ અપીલની અરજી ફગાવી અને સેસન્સ કોર્ટે કરેલી સજા કાયમ રાખી હતી. આરોપી જે તે સમયે શકિત બંધેજ નામના સાડીના કારખાનામાં કામ કરતો હોય અને જેતપુરમાં સાડીઓના કલરના રંગાટ કામમાં સોડીયમ નાઈટ્રેટ નામના ઝેરી પદાર્થનો ઉપયોગ થતો હોય તેથી તા.3/5/11 થી તા.8/5/11 ની વચ્ચેના સમયમાં આરોપીએ શક્તિબંધેજ નામના કારખાના માંથી સોડિયમની ચોરી કરેલી અને ઉપરોકત સોડીયમ લઈને બોખલા દરવાજે આવેલ કેવલભાઈ જયસ્વાલ ની જીગ્નેશ પાન અને રીધ્ધી સીધ્ધી પાન નામની દુકાનેથી ફુટ બીયર નામના ઠંડાપીણાનું પાર્સલ કરાવેલું અને તેમાં ઉપરોકત સોડીયમ ભેળવી દીધેલ. ત્યારબાદ તા.15/5/11 નારોજ બપોરના 12 વાગ્યે ગુજરનાર મનીષ તેમજ કેશલ તેમજ ત્રીજો એક મીત્ર પરેશ ઉર્ફે હકલો ચંદભાઈ ગજેરા સાથે બેઠેલ હોય ત્યારે બાપુની વાડીમાં આવેલ મંદિર પાસે કૈાશલને દકુડાએ ફોન કરેલ અને દકુડાએ બંને મિત્રોને ઠંડું પીવા માટે પોતાની ઘરે આવવા માટે આગ્રહ કરેલો તે સમયે અન્ય કોઈને સાથે નહીં લઈ આવવા માટે પણ જાણ કરેલી.

તયારબાદ બંને મીત્રો આરોપીની ઘરે જતા આરોપીએ ઠંડુ ફુટ બીયર જેમાં અગાઉથી સોડીયમ ભેળવેલ હતુ તે બંને મીત્રોને આગ્રહ કરીને પીવડાવી દીધેલ ઉપરોકત પીણુ પીધા બાદ કૈાશલ તેમજ મનીષ બાપુની વાડીએ આવેલ મંદિરના ઓટા પાસે અર્ધબેભાન હાલતમાં પડેલા હતા જે પરેશ ઉર્ફે હકલો જોઈ જતા તેણે કૌશલ ના ભાઈ લાલાને તે અંગેની જાણ કરેલી ઉપરોકત બંનેને એમ્બ્યુલન્સમાં જેતપુર સરકારી હોસ્પીટલે લાવવામાં આવેલા સોડીયમ નામના પ્રવાહીની અસરને કારણે બંને જણાનું મૃત્યુ થઈ ગયેલુ.જેના અનુસંધાને જેતપુર સીટીમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી.

જેતપુરમાં ઉપરોકત ડબલ મર્ડરનો ખુનનો ગુન્હો નોંધાતા જેતપુર સીટીના જે તે વખતના પી.આઈ.એ.જે.જાડેજા તપાસ સંભાળી લીધેલી અને આરોપી સામેની ટ્રાયલ એડીશનલ સેસન્સ કોર્ટ જેતપુરમાં ચાલેલી સમગ્ર કેસ સાયોગીક પુરાવા ઉપર આધારીત હતો તેને પુરવાર કરવા માટે ફરીયાદપક્ષે કુલ 21 સાહેદોને તપાસવામાં આવેલા અને દસ્તાવેજી પુરાવા ઓ પણ રજુ કરેલા. ફરીયાદપક્ષ તરફે જેતપુરના સીનીયર એડવોકેટ આર.આર.ત્રિવેદી, ભાવેશ પી.ત્રિવેદી તેમજ જે.જી.વાઘેલાને રોકવામાં આવેલા જેમાં કેસ ચાલી જતા જેતપુરના તે વખતના એડીશનલ સેસન્સ જજ કે.એમ. દવે આરોપીનો ગુન્હો પુરવાર માની આરોપી સુનીલ ઉર્ફે શામજી ઉર્ફે દકુડો કાળુભાઈ મેરને આજીવન કેદની સજા ફરમાવેલી આરોપીએ જેતપુર કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરેલી જે અપીલ હાઈકોર્ટની ખંડપીઠે સુનવણી કરીને આરોપીની અપીલ રદ કરેલ છે અને જેતપુર સેસન્સ કોર્ટનો ચુકાદો કાયમ રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *