શહેરમા રહેતા વેપારી ચેતનભાઈ રાજાણીને મરવા મજબૂર કરવાના ગુનામા સંડોવાયેલા પૈકીના અને જામીન પર રહેલા અમીત ગોકાણી દ્વારા ફરીયાદ રદ કરવાની અરજીમા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સેશન્સ કેસના તમામ પ્રોસીડીંગ સ્ટે કરતો હુકમ ફરમાવવામા આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા ચેતન ગોપાલદાસ રાજાણીએ રૂૂ.8.50 કરોડની ઉઘરાણીના મામલે પોતાની ઓફીસમાં તા.23/06/2023ના રોજ આપઘાત કર્યો હતો. જે સંબંધે મૃતકના પુત્રએ અમીત રતીલાલ ગોકાણી અને રાજેશ જેન્તીલાલ ગોસલીયા સામે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-306 મુજબ ફરીયાદ નોંધાવી હતી. આરોપી અમીત રતીલાલ ગોકાણીને જામીન મુકત થયા બાદ કેસ કમીટ થતા સેશન્સ અદાલતમાં ચાલવા અર્થે આવેલો હતો.
આરોપી અમીત ગોકાણીએ ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અરજી કરી હતી જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ચાર્જશીટના રજુ થયેલા સુસાઈડ નોટ વંચાણે લેતા હાલના આરોપીનુ નામ જ નથી તેમજ ભોગ બનનાર દ્વારા ધંધાકીય હિસાબ પૂર્ણ થઈ ગયેલ છે માત્રને માત્ર સહ આરોપીનો હિસાબ બાકી છે તેવી દલીલ કરવામાં આવેલ હતી. આરોપી વિરૂૂધ્ધની ફરીયાદ તથા કેસ કાર્યવાહી રદ કરવા વિસ્તૃત પણે દલીલ કરેલ હતી. બન્ને પક્ષોની દલીલો તેમજ બચાવ પક્ષે રજુ થયેલ ચુકાદાઓ ધ્યાને લઇ હાઈકોર્ટ એવા તારણ પર આવેલ હતી કે બીજા બધા મિત્રો સુસાઈડ નોટમાં જવાબદાર જણાતા હોય તેવું પ્રથમ દર્શનીય રીતે દેખાતું નથી જેથી અદાલત દ્વારા સામેવાળાને નોટીસ ઈશ્યુ કરેલ તથા રાજકોટની અદાલતમાં ચાલતો કેસનુ પ્રોસીડીંગ સ્ટે કરતો હુકમ ફરમાવવામાં આવેલો હતો.
આરોપી અમીત રતીલાલ ગોકાણી વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, થશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી રોકાયા હતા.
