દુષ્કર્મ કેસમાં આરોપીની સજા મોકૂફ રાખી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીને બેંકનું ફોર્મ ભરવાના બહાને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનાના અઢી વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ફટકારેલી…

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીને બેંકનું ફોર્મ ભરવાના બહાને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનાના અઢી વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ફટકારેલી આજીવન સખત કેદની સજાના હુકમ સામે આરોપી આરોપી શખસે હાઇકોર્ટમાં કરેલી અપીલના કામે આરોપીની સજા મોકૂફ રાખી જામીન અરજી મંજૂર કરી છે.

આ અંગેની હકીકત મુજબ, ગત તા. 1- 7- 2023ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ફરિયાદી યુવતીને નીચેના મકાનમાં રહેતા જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાએ બેંકનું ફોર્મ ભરવાનું કહી તેણીનું બાવડું પકડી તેના ઘરમાં લઈ જઈ ધમકી આપી બળજબરીથી બળાત્કાર ગુજારેલ હોવાની ફરિયાદના કેસમાં અદાલતે પ્રોસિક્યુશન દ્વારા ડોક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની તેમજ ભોગ બનનારે કરેલી આપઘાતની કોશિશમાં લેવાયેલું ડાઇંગ ડિકલેરેશન વગેરે ધ્યાને લઈ કે સાબિત માની સેશન્સ કોર્ટ આરોપી જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાને તકસીરવાર ઠરાવી આજીવન સખત કેદની સજા તથા પચાસ હજાર રૂૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો.

જે હુકમની સામે આરોપી જીગર ઉર્ફે જીગાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરી હતી. જેમાં ભોગબનનારને આરોપી સાથે પ્રેમસંબંધ હોય અને પોતે એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરેલ હોય અને ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપીના સતત સંપર્કમાં હોય તેમજ ફરીયાદીએ આંતરજ્ઞાતિય લગ્ન કરેલ હોય જેથી ફરીયાદી અને તેના પતિને મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ હોય જેથી આરોપી સામે બનાવના 17 દિવસ બાદ ફરીયાદ નોંધાવેલ હોય અને ફરીયાદ મોડી કરેલ હોય તેવું અવલોકન ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કરી આરોપી સામે બળાત્કારના ગુન્હામાં થયેલ આજીવન કેદની સજાનો હુકમ સસ્પેન્ડ કરી તાત્કાલીક અસરથી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા તેમજ હાઈકોર્ટના એડવોકેટ અનીલ એચ. રાઠોડ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *