ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં માફી માંગવી પડી

ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે…

ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ પરની ચર્ચા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી ફરી એકવાર ગૃહમાં સપાટી પર આવી હતી. જો કે, આ શાબ્દિક જંગમાં અંતે હર્ષ સંઘવીનો વિજય થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.

UCC બિલ પર ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ’લગ્ન નોંધણી જન્મ સ્થળ પર જ થશે’ તેવું નિવેદન આપ્યું છે. આ દાવાને હર્ષ સંઘવીએ સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો અને પડકાર ફેંક્યો હતો કે, જો આ વાત સાચી ઠરશે તો તેઓ ગૃહમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ જો વાત ખોટી હશે તો ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી પડશે.મામલો બિચકતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહના રેકોર્ડ્સ તપાસવાની સૂચના આપી હતી. તપાસના અંતે અધ્યક્ષે વિધાનસભાના રેકોર્ડના આધારે સ્પષ્ટતા કરી કે, નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, મેં રેકોર્ડ તપાસ્યા છે, તેમાં ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે તેવી કોઈ પણ બાબત નોંધાયેલી નથી.
નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. નાયબ મુખ્યમંત્રીનું જન્મ સ્થળ પર જ રજીસ્ટેશન થશે તેવું નિવેદન નથી.

જો કે, આખરે ગોપાલ ઇટાલીયાને માફી માંગવી પડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. લોકો કહી રહ્યા છે કે, એક વકીલ તરીકેની છાપ ધરાવતા ગોપાલ ઇટાલિયા પર હર્ષ સંઘવી ભારે પડ્યા છે. અંતે ગોપાલ ઇટાલિયાએ ગૃહની માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *