શહેરના 8માં ડીસીપી ઝોન-1 તરીકે ચાર્જ સંભાળતા હેતલ પટેલ

તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા 115 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોય જેમાં રાજકોટ શહેર ઝોન-1 ડીસીપી સજ્જનસિંહ પરમારની એસઆરપી ગ્રુપ કમાન્ડર તરીકે બદલી કરવામાં આવી…

તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા 115 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોય જેમાં રાજકોટ શહેર ઝોન-1 ડીસીપી સજ્જનસિંહ પરમારની એસઆરપી ગ્રુપ કમાન્ડર તરીકે બદલી કરવામાં આવી હોય અને તેમના સ્થાને સુરતથી ડીસીપી હેતલ પટેલને પોસ્ટીંગ આપવામાં આવ્યું હોય ગઈકાલે ઝોન-1ના 8માં ડીસીપી તરીકે આઈપીએસ હેતલ પટેલે ચાર્જ સંભાળ્યો હતો. સ્ટાફ દ્વારા ડીસીપી સજ્જનસિંહ પરમારને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું.

મુળ મહીસાગર જિલ્લાના લુણાવાળાના વતની લેઉવા પાટીદાર સમાજનાં હેતલ પટેલે અમદાવાદમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 2011માં તેઓ સીધા પોલીસ વિભાગમાં જીપીએસસસી પાસ કરી ડીવાયએસપી તરીકે પસંદગી પામ્યા હતાં અને સુરત ગ્રામ્યમાં પ્રોબેશન તરીકે ફરજ બજાવ્યા બાદ સીઆઈડીમાં ફરજ બજાવ્યા બાદ તેઓ આણંદ ડીવાયએસપી, બનાસકાંઠા ડીવાયએસપી અને સુરત ગ્રામ્ય એડમીન તરીકે ફરજ બજાવી હતી અને વર્ષ 2019માં તેમને એસપી તરીકેની બઢતી મળતાં 2019માં તેઓ એસઆરપી વાવના કમાન્ડર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને સુરત ડીસીપી સ્પેશ્યલ બ્રાંચ અને કંટ્રોલરૂમમાં ફરજ બજાવ્યા બાદ તાજેતરમાં જ તેમને રાજકોટ ડીસીપી ઝોન-1 તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *