અફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયું

અફઘાનિસ્તાનથી રાજકોટના ડ્રગ્સ માફિયાને મંગાવેલુ રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સોને અમદાવાદ અને સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંયુક્ત…

અફઘાનિસ્તાનથી રાજકોટના ડ્રગ્સ માફિયાને મંગાવેલુ રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સોને અમદાવાદ અને સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, પકડાયેલ ત્રિપુટીની પુછપરછમાં રાજકોટના ડ્રગ્સ માફિયા અસલમ નામના શખ્સનું નામ મુખ્યત્વે સામે આવ્યું છે, જેણે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. ડ્રગ્સ માફિયાઓ દ્વારા પોલીસ અને સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે અત્યંત ચાલાકીભરી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થાને ડ્રિંક એન્ડ રેઈઝનેટ્સ ના પેકેટ અને બોક્સની અંદર ખૂબ જ કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ પાર્સલ દિલ્હીથી રાજકોટ તરફ મોકલવામાં આવનાર હતું.

ગુજરાત રાજ્યને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપનસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ સુરત અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમો છેલ્લા ઘણા સમયથી આ આંતરરાજ્ય ડ્રગ્સ વેચાણ કરતી ગેંગ પર નજર રાખી રહી હતી. આજે સુરત ક્રાઇમબ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગેંગના કેટલાક ઇસમો વિપુલ પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે સુરત અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના પી.આઈ પી.એમ.ધાખડા અને તેમની ટીમે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આવેલા રામોલ ટોલટેક પાસેથી એક મહિન્દ્રા એક્ષયુવી કાર અટકાવીને તલાશી લેતા રૂૂ.22.65 કરોડનું હેરોઇન ડ્રગ્સ જેનું નેટ વજન 4 કિલો 531 ગ્રામ તેમજ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ જેનું નેટ વજન 2 કિલો 497 ગ્રામ, કિંમત રૂૂ. 2,99,74,440 મળી કુલ ડ્રગ્સની કિંમત: રૂૂ. 25,65,35,440 સાથે ઓખલા, સાઉથ દિલ્હીનો રહેવાસી મૂળ ઉત્તર પ્રદેશના કફીલઅહેમદ ઉર્ફે જાવેદ અન્સારી, તિફલે નૌખેઝ મોહમદ યુસુફ મોહમંદ ઇબ્રાહીમ મુસ્લીમ અને મૂળ મેરઠનો હાલ દિલ્હી રહેતા મોહમંદઇમરાન ઉર્ફે રાજા મોહમંદયુનુસ રહેમઅલી અલવીની ધરપડક કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ ત્રણેય આરોપીઓ રૂૂ.26.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઇન્સ્ટન્ટ ડ્રિંક્સ અને રેઇઝન્ટ્સના પેકેટોમાં પેક કરીને મહિન્દ્રા એક્ષયુવી ગાડીમાં છુપાવીને રાજકોટ શહેરમાં રહેતા અસલમ નામના શખ્સે મંગાવ્યો હતો અને તેને પહોંચાડવા માટે જ તેઓ અમદાવાદ આવ્યા હતા. રાજકોટના આ અસલમ નામના શખ્સે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ડ્રગ્સ મંગાવીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરમાં તેના વેચાણનું નેટવર્ક ફેલાવ્યું હોવાની શંકા છે. પોલીસ દ્વારા રાજકોટના આ અસલમની સઘન તપાસ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઓપરેશન રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન, રોકડ રકમ, દસ્તાવેજો અને મહિન્દ્રા ડઞટ કાર સહિત કુલ મળીને અંદાજે રૂૂ. 25,71,99,340 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ પકડમાં આવેલા આરોપીઓમાં 1. કફીલઅહેમદ ઉર્ફે જાવેદ અન્સારી (રહે. ઓખલા, સાઉથ દિલ્હી, મૂળ ઉત્તર પ્રદેશ): આ આરોપી અગાઉ ચરસ, અલ્ટ્રાઝોમ અને એન્ફ્રાટામાઇન જેવા ડ્રગ્સના કેસોમાં જયપુર, એસ.ઓ.જી. અને એન.સી.બી. દ્વારા ઝડપાઈ ચૂક્યો છે. તેને અગાઉના ગુનાઓમાં મળીને કુલ 45 વર્ષની સજા થયેલી છે અને હાલ તે જામીન પર મુક્ત થઈને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતો. જયારે તિફલે નૌખેઝ (રહે. ઓખલા, સાઉથ દિલ્હી, મૂળ ઉત્તર પ્રદેશ) આ અગાઉ પંજાબ અને દિલ્હીમાં 330 કિલો તથા 54 કિલો હેરોઇનના મોટા ગુનાઓમાં અફઘાનિસ્તાનના નાગરિકો સાથે પકડાઈ ચૂકેલો છે. પકડાયેલ મોહમંદઇમરાન ઉર્ફે રાજા (રહે. મેરઠ અને દિલ્હી) અગાઉ છેડતી, મારામારી અને છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલ છે અને હાલ ડ્રાઇવિંગ તથા કેટરિંગ કામ સાથે આ ગેંગમાં ડ્રગ્સની હેરાફેરી કરતો હતો, આ જથ્થો રાજકોટ શહેરમાં રહેતા અસલમ નામના શખ્સે મંગાવ્યો હતો અને તેને પહોંચાડવા માટે જ તેઓ અમદાવાદ આવ્યા હતા. રાજકોટના આ અસલમ નામના શખ્સે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ડ્રગ્સ મંગાવીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરમાં તેના વેચાણનું કરવાનો હતો. રાજકોટના અસલમની ધરપડક માટે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *