વડીલોપાર્જિત વારસાઈ મિલકતમાં હક્ક માગતા મુકદમામા વારસદારોનો મનાઈ હુકમનો દાવો રદ

ખાતેદારના અવસાન બાદ જમીન વેચાણ કરતા અન્ય વારસદારોએ વચગાળાના મનાઈ હુકમની અરજી કરી‘ તી વાંકાનેર નજીક હસનપર ગામે રહેતા મેરૂૂભાઈ રાણાને પુન:વસન માટે નવી શરતની…

ખાતેદારના અવસાન બાદ જમીન વેચાણ કરતા અન્ય વારસદારોએ વચગાળાના મનાઈ હુકમની અરજી કરી‘ તી

વાંકાનેર નજીક હસનપર ગામે રહેતા મેરૂૂભાઈ રાણાને પુન:વસન માટે નવી શરતની ખેતીની જમીન મળેલી, બાદ શરતફેર કરી ગુ. માધા મેરુના વારસદારોએ વેચાણથી વંદનાબેનને દસ્તાવેજ કરી ટ્રાન્સફર કરી આપી હતી. બાદ ખેતીની જમીન વારસાઈ મુજબનો ગુજરનાર ધારા મેરુના વારસો સેલાભાઈ સરૈયા વિગેરેના કુલમુખત્યાર વિક્રમસિંહ જાડેજાએ વારસદારોનો હકક, હિત, હિસ્સો સમાયેલ હોવાનું જણાવી વાંકાનેર સિવિલ કોર્ટ સમક્ષ અડધો હિસ્સો ગુ. માધા મેરૂૂના વારસદારો અરવિંદ માઘા સરૈયા વિગેરેએ વંદનાબેન પરેશભાઈ રાઠોડ જોગ કરેલ વેચાણ દસ્તાવેજ રદબાતલ ઠરાવવા અને હિસ્સો પ્રસ્થાપીત કરવા કાયમી વિજ્ઞાપન મેળવવા મુકદ્દમો કરેલો, જે મુકદ્દમો ચાલતા દરમ્યાન કામચલાઉ મનાઈ હુકમની માંગણી કરી હતી, જે અરજી અન્વયે સામેવાળાના એડવોકેટ દ્વારા સરકાર દ્વારા સને-1965માં ગુ. મેરુ રાણાને પુન:વસન અર્થે નવી શરતની ખેતીની જમીન ફાળવેલી હતી.

ગુ. ધારા મેરૂૂ રેલ્વેના કર્મચારી હતા, સને-1965થી 2021 સુધીમાં કોઈએ તકરાર ઉઠાવેલી ન હોય. હાલ ખેતીની જમીનના ભાવ સારા હોવાથી આર્થિક લાભ મેળવવા ગુ. ધારા મેરૂૂના વારસોએ હકક, હિસ્સો મળવા વેચાણ બાદ કાર્યવાહી કરેલી હોવાની દસ્તાવેજોના આધારે રજુઆત કરી હતી, તેમજસુનાવણી દરમ્યાન જણાવેલું કે નવી શરતની ખેતીની જમીનને જુની શરતમાં ફેરવ્યાનું સરકારને પ્રિમિયમ ભર્યા બાદ થયેલા વેચાણ વ્યવહાર અન્વયે વિવાદ ઉભો કરવા ગુ. ધારા મેરૂૂના વારસોએ કુલમુખત્યારનામા મારફત મુકદ્દમો કરેલ હોવાનું સ્પષ્ટ કરી કામચલાઉ મનાઈ હુકમની અરજી કોર્ટ દ્વારા લગાવવામાં આવી છે.

આ કામમાં સદરહુ મિલ્કત ખરીદનાર તથા મિલકત વેચનાર વારસદારો વતી એડવોકેટ હસમુખ હસમુખ ડી. ગોહેલ તથા ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, હિરેન ડી. લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારસ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોંડલીયા, ધવલ જેઠવા, મનીષ ત્રિવેદી, મનીષ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યસ રાદડીયા, પ્રિયાંશ ધિનોરા, પદ્માવતીબેન રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *