જામનગરથી આવતા વાહનો પડધરી-નેકનામ- મિતાણા થઇ રાજકોટ પહોંચી શકશે: રાજકોટથી જતા વાહનો મિતાણા-ટંકારા થઇ જામનગર તરફ જઇ શકશે
રાજકોટ-જામનગર હાઇવે ઉપર ખંઢેરી ખાતે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર ડે-નાઈટ વન ડે મેચ દરમિયાન રાજકોટ જામનગર હાઇવે ઉપર ટ્રાફિક જામ સંભાવના હોય જેને અનુસંધાને જીલ્લા પોલીસ દ્વારા સ્ટેડીયમના રસ્તેથી પસાર થનાર ભારે વાહનોને સવારે 10 થી રાતે 12 વાગ્યા સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ભારે વાહનો માટે રસ્તા ડ્રાઇવર્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ખંઢેરી સ્ટેડીયમ નજીકથી રાજકોટ જામનગર હાઇવે રોડ પસાર થતો હોય અને ક્રિકેટ મેચ ના કારણે ટ્રાફીક જામ થવાની સંભાવના હોય જેથી ટ્રાફીક નિયમન માટે તા.14/01/2026 ના સવારે 10/00 થી તા.14/01/2026 રાત ના 12 વાગ્યા સુધી ભારે વાહનોને પ્રવેશબંધી જાહેર કરી આ ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જેમાં જામનગર થી રાજકોટ તરફ આવતા ભારે વાહનોને પડધરી મોવૈયા સર્કલ થી ડાયવર્જન આપી, જે વાહનોને પડધરી- નેકનામ મિતાણા થઇ રાજકોટ તરફ આવવા માટે ડ્રાઇવર્ટ કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ થી જામનગર જતા વાહનોને રાજકોટ માધાપર ચોકડી થી મોરબી રોડ-મિતાણા, ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ ડાઇવર્ટ કરવા સારૂૂ જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ છે. જેની તમામ વાહન ચાલકોએ નોંધ લેવી. તેમજ પાર્કિંગ સીવાય રોડ ઉપર કે હોટલ કે અન્ય કોઇ ખાનગી જગ્યામાં વાહનો પાર્ક કરવા નહી જો કોઇ જગ્યાએ આવી રીતે અનઅધિકૃત પાર્કિંગ ના કારણે રોડ ઉપર ટ્રાફીક જામ થશે તેમના વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
