વેસ્ટર્ન ડિસ્ટર્બ સક્રિય થતા તા.20 સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શકયતા
ઉનાળાની શરૂઆત થતાં જ સાઈકલોનિક સરકર્યુલેશન સર્જાતા આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અનેક જિલ્લાઓમાં 40 થી 50 કિ.મી.ઝડપે પવનની સાથોસાથ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેના લીધે ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
હવામાન ખાતા દ્વારા આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ તથા આવતીકાલે રાજકોટ-સુરેન્દ્રનગર-જામનગર-પોરબંદર-જૂનાગઢ-અમરેલી-ભાવનગર-મોરબી-દ્વારકા-બોટાદ-ગીર સોમનાથ-કચ્છ અને દીવમાં માવઠાની આગાહી તેમજ તા.20નાં રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.ઉનાળાની શરૂૂઆતમાં જ ગરમીનો પારોનનઆસમાને પહોંચ્યો છે ત્યારે અરબ સાગરનનતરફથી આવતા ભેજવાળા પવનો અનેનનવેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે સૌરાષ્ટ્ર-કચ્છનાનનવાતાવરણમાં મોટો પલટો આવવાની તૈયારીનન છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નઆગામી 18થી 20 માર્ચ દરમિયાન રાજકોટનનસહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘગર્જના અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શક્યતાનનછે. ગરમીથી રાહત પણ ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં મોટો પલટો આવશે. 3 દિવસમાં તાપમાનનન3 ડિગ્રી ઘટશે. 40થી 50 કિ.મી.ની ઝડપે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ નહીં હોય, પણ એક મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે નચેતવણી આપી છે કે, વરસાદ વખતે વનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે. જેના લીધે નુકસાનીનો ભય વ્યકત કરવામાં આવ્યો છે.
