જામ જોધપુર પંથકમાં ઠેર-ઠેર ખાનગી કંપની દ્વારા પવનચકી ઉભી થઈ રહીછે અનેક જગ્યાએ પર્યાવરણને નુકશાન જઈ રહ્યું છે ગૌચર માં દબાણો થયા છે કલેક્ટર તેમજ ગુજરાત સરકારમાં રજુઆતો થઈ છે. ત્યારે અધિકારી ઓ દ્વારા તપાસ થતી નથી સરકાર દ્વારા અધિકારી ને તપાસ ના આદેશો અપાય છે. છતા જિલ્લાનાઅધિકારીઓ પણ તપાસના આદેશને ધોરી પી જાય છે.
પવનચકી ને કારણે ઘણીવાર સલામતી જોખમાય છે પવન ચકીના વજનદાર પાંખીયા પડ્યા ના બનાવો પણ બન્યા છે. છતા તંત્ર દ્વારા પગલા લેવા માં ઉણું ઉતર્યું છે ગૌચર માં દબાણો અને પર્યાવરણ ને નુકશાન થતું અટકાવવામાં નહીં આવેલો આગામી દિવસો માં ગૌચર નોનાશ થશે તાલુકા પંચાયત અધિકારી તેમજ જે.તે ગામના તલાટી મંત્રી મામલતદાર દ્વારા આ અંગે તપાસ કરી પગલા લેવાય તેવી માંગ ઉડવાપામી છે. રાજ્યમંત્રી દ્વારા પણ થર્યાવરણ અંગે તપાસ કરવા અધિકારી ને લેખીત માં જણાવેલ છે છતાં અધિકારી નીજ મીઠી નજર હોય આ અંગે તપાસ થતી નથી
