કચ્છના રણમાં પોલીસનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

નાના રણમાં કાદવ-કીચડમાં ફસાયેલા 8-9 મજૂરોને મધ્યરાત્રે સુરક્ષિત બહાર કાઢ્યા કચ્છના નાના રણમાં વરસાદ બાદ બદલાયેલા ભૂપ્રદેશમાં રસ્તો ભૂલીને ફસાઈ ગયેલા 8 થી 9 મજૂરોને…

નાના રણમાં કાદવ-કીચડમાં ફસાયેલા 8-9 મજૂરોને મધ્યરાત્રે સુરક્ષિત બહાર કાઢ્યા

કચ્છના નાના રણમાં વરસાદ બાદ બદલાયેલા ભૂપ્રદેશમાં રસ્તો ભૂલીને ફસાઈ ગયેલા 8 થી 9 મજૂરોને આડેસર પોલીસ અને પલાસવા ગામના લોકોએ મધરાત્રિના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને હેમખેમ બહાર કાઢ્યા છે. આ ઘટના રવિવારે (21 માર્ચ) બની હતી, જ્યારે આ મજૂરો સૌરાષ્ટ્ર પ્રદેશથી બોલેરો પિકઅપમાં વાગડ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા.

ટિકરથી પલાસવા જતા ટૂંકા રસ્તાનો ઉપયોગ કરતા આ લોકો વરસાદને કારણે રણની વચ્ચે રસ્તો ભૂલી ગયા અને કાદવ-કીચડમાં ફસાઈ ગયા. ખાવા-પીવાનું સામાન પૂરો થઈ જતાં તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોબાઈલ દ્વારા તેમણે પલાસવા ગામલોકો અને પોલીસને મદદ માટે વિનંતી કરી.

બનાવની ગંભીરતા સમજીને આડેસર પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કર્યું. ઙજઈં ટ.અ. સેંગલના નેતૃત્વમાં જયદીપસિંહ જાડેજા, બાબુલાલ અને વનરાજભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ પલાસવા ગામના યુવાનો (રામાભાઈ ભરવાડ, શક્તાભાઈ ભરવાડ, મુન્નાભાઈ ભરવાડ, રણછોડભાઈ ભરવાડ વગેરે) સાથે મળીને રણમાં શોધખોળ શરૂૂ કરી.

રાત્રિના અંધારામાં રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ ઊંડા કાદવમાં ફસાઈ ગઈ, પરંતુ હિંમત ન હારતા પોલીસ અને ગામલોકોએ ટ્રેક્ટર તેમજ અન્ય સાધનોની મદદથી ઓપરેશન ચાલુ રાખ્યું. આશરે મધરાત્રિ સુધીમાં તમામ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. સવારે 4 વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થયું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રણમાં ફ્લેશિંગ લાઈટ્સ, કાદવમાં ફસાયેલી ગાડી અને બચાવ કામગીરીના દૃશ્યો જોવા મળે છે, જે પોલીસ અને ગામલોકોની નિષ્ઠા અને બહાદુરીને દર્શાવે છે. અધિકારીઓએ લોકોને રણમાં અજાણ્યા ટૂંકા રસ્તાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે, કારણ કે આ વિસ્તાર ખૂબ જ જોખમી અને ભ્રમિત કરનારો છે. આ ઘટના બાદ આડેસર પોલીસ અને પલાસવા ગામના લોકોની પ્રશંસા થઈ રહી છે. તેઓએ ફરી એકવાર સાબિત કર્યું કે સેવા જ પરમો ધર્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *