ગોંડલમાં પણ કહેવાતા પત્રકારની તોડબાજી: બનાવ અંગે પોલીસ ફરિયાદ

રાજકોટ માં તોડબાજ કથીત પત્રકાર ગેંગ નો પર્દાફાશ થયો તેમ ગોંડલ માં પણ પોતાની જાત ને પત્રકાર તરીકે ઓળખાવતાં શખ્સ સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ…

રાજકોટ માં તોડબાજ કથીત પત્રકાર ગેંગ નો પર્દાફાશ થયો તેમ ગોંડલ માં પણ પોતાની જાત ને પત્રકાર તરીકે ઓળખાવતાં શખ્સ સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ નોંધાઇ છે.કહેવાતા પત્રકારે ફરિયાદી ને છાપા માં તથા સોશિયલ મિડીયા માં મેટર છાપવા ની ધમકી આપી રુ.દશ હજાર નો તોડ કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ભગવતપરા ગેઇટવાળી શેરી માં રહેતાં અને માર્કેટ યાર્ડ માં મજુરીકામ કરતા રાહુલભાઈ કિશોરભાઈ ચૌહાણે બી’ડીવીઝન પોલીસ માં ધવલ ઉર્ફ ડી.કે.જેન્તીભાઈ રાણપરીયા સામે ફરિયાદ કરી જણાવ્યું કે હું તથા મારાં મિત્ર ધર્મેશભાઈ ચંદુભાઈ પરમાર રાત્રીનાં માર્કેટ યાર્ડ માં બેઠા હતા.તે દરમિયાન બે પોલીસવાળા આવી અમને ચેક કરતા ધર્મેશે દારુ પીધેલ હોય અમને બન્ને ને પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.ત્યાં ધર્મેશ સામે કેસ કરી લોકઅપ માં રાખી દિધેલ હતો.મેં દારુ પીધો ના હોય મારી સામે કેસ કરાયો નહોતો.

આ સમયે પોલીસ સ્ટેશન નાં કમ્પાઉન્ડ માં ઉભેલા પત્રકાર ધવલ ઉર્ફ ડી.કે.મારી પાસે આવી મને સાઇડ માં બોલાવી કહેલ કે તમારે વહિવટ કરવો પડશે. મારાં ઘણાં મિત્રો સોશિયલ મીડીયા અને છાપા માં પત્રકાર છે.તમારી વિગત તેમને આપી સવારે છાપા માં નામ અને સોશિયલ મીડીયા મા વિગતો આપી બદનામ કરી દઇશ.જો વહિવટ કરશો તો છાપા માં કે સોશિયલ મીડીયા માં કંઈ નહી આવે વધુ માં પોલીસ માં ભલામણ કરી તારા મિત્ર ને છોડાવી દઇશ.

આવી ધમકી આપી મારી પાસેથી રુ.દશ હજાર ની માંગણી કરી હતી.જેથી મેં ગુગલ પે મારફત પૈસા આપ્યાં હતા.બાદ માં જો તું કોઈ ને આ વાત કહીશ તો જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી.બાદ માં મિત્ર જામીન પર નહી છુટતા મેં ડી.કે.પાસે પૈસા પરત માંગતા તેણે કહેલ કે હવે પૈસા પાછા નો મળે. હવે પૈસા માંગ્યા તો ઉપર મોટા પોલીસ અધિકારીઓ ને જાણ કરી તને ફીટ કરાવી દઇશ.તેવી ધમકી આપી હતી.

પોલીસે ફરિયાદ લઇ કહેવાતા પત્રકાર ધવલ ઉર્ફ ડી.કે.સામે કલમ 308(5)351(3)મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.બીજી તરફ કથીત પત્રકાર ડી.કે.ને પોલીસ સાથે સારા સબંધો હોય પોલીસ સાથે હરતો ફરતો હોવાનો વિડીયો પણ કોઇએ વાયરલ કરતાં ચકચાર મચી જવા પામી છે. કેટલાક લોકોએ આ વિડીયો રેંજ આઇજી નિર્લિપ્ત રાય સુધી પહોંચતો કર્યાની પણ ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *