અમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યા

      અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર…

 

 

 

અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમાંથી 7 તેના પોતાના બાળકો હતા. આ ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોમાં 3થી 11 વર્ષની વયના ત્રણ છોકરાઓ અને પાંચ છોકરીઓનો સમાવેશ થાય છે. આ હુમલાખોરની ઓળખ શમર એલ્કિન્સ તરીકે થઈ છે. આ ઘટના બે અલગ-અલગ ઘરોમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો. આરોપીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તે ગુસ્સામાં આવી ગયો. સૌથી પહેલા પોતાની પત્નીને ગોળી મારી. આ પછી તે બીજા ઘરે ગયો, જ્યાં તેણે આઠ બાળકો અને એક અન્ય મહિલાને ગોળી મારી. બીજી મહિલા, જે માર્યા ગયેલા આઠમા બાળકની માતા હતી, તેની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે

આ આખી ઘટના બે અલગ અલગ ઘરમાં બની હતી. પહેલા તેણે એક ઘરમાં ગોળીબાર કર્યો અને પછી બીજા ઘરમાં જઈને બાળકો પર હુમલો કર્યો. બીજા ઘરમાં સાત બાળકોના મોત થયા. એક બાળક ઘરની છત પર મૃત હાલતમાં મળી આવ્યું. હુમલામાં બે મહિલાઓ પણ ઘાયલ થઈ હતી, જેમાંથી એક આરોપીની પત્ની છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 31 વર્ષીય શમર એલ્કિન્સ તરીકે થઈ છે. તે આર્મીમાંથી નિવૃત્ત હતો. ઘટના પછી તેણે ને ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પોલીસે તેનો પીછો કર્યો. આરોપી બોઝિયર પેરિશ વિસ્તારમાં પહોંચ્યો, જ્યાં પોલીસે તેના પર ગોળીબાર કર્યો અને તેનું મોત નીપજ્યું.

પ્રાથમિક તપાસમાં, તેને ઘરેલુ હિંસાનો કેસ માનવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, એલ્કિન્સે પહેલા એક ઘરમાં એક મહિલાને ગોળી મારી, ત્યારબાદ તે બીજા ઘરમાં ગયો, જ્યાં તેણે બાળકો પર હુમલો કર્યો.

પોલીસે મૃતકોની ઓળખ જયલા એલ્કિન્સ (3), શાયલા એલ્કિન્સ (5), કાયલા પ્યુ (6), લૈલા પ્યુ (7), મરકેડૉન પ્યુ (10), સારિયાહ સ્નો (11), ખેડારિયન સ્નો (6) અને બ્રેલોન સ્નો (5) તરીકે કરી છે. આ હુમલામાં 13 વર્ષનો એક છોકરો પણ ઘાયલ થયો હતો, જે જીવ બચાવવા માટે ઘરમાંથી ભાગ્યો અને છત પરથી કૂદી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *