હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલા પ્રમાણ વધી રહ્યું ત્યારે શહેરમાં વધુ બે બનાવ સામે આવ્યા છે જેમાં ગઢકા ગામે રહેતા શ્રમિક આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલા પ્રમાણ વધી રહ્યું ત્યારે શહેરમાં વધુ બે બનાવ સામે આવ્યા છે જેમાં ગઢકા ગામે રહેતા શ્રમિક આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ આશ્રય લઇ રહેલા વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટની ભાગોળે ગઢકા ગામમાં રહેતા મુળ બિહારના દેવેન્દ્ર દાસ રામવૃક્ષદાસ નામના 49 વર્ષના આધેડ મધરાત્રે પોતાના ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલીક સરવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજ્યુ હતું.

બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા સદ્ભાવના વૃદ્ધશ્રામમાં આશ્રયલઇ રહેલા કિશોભાઇ નાનજીભાઇ પેઢડીયા (ઉ.વ.61) બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાફ જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી વૃદ્ધનું હૃદય રોગાન હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કર્યુ હતુ. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *