હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચલાલાના વૃદ્ધ વતનમાંથી પરત આવતા હતા ત્યારે…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચલાલાના વૃદ્ધ વતનમાંથી પરત આવતા હતા ત્યારે રાજકોટ બસપોર્ટમાં બેભાન થઇ ઢળી પડ્યા હતા. જયારે રાજસ્થાનનો યુવાન રાજકોટ પરત આવતા રેલવે સ્ટેશન પ્લોટફોર્મ ઉપર જ હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યુ હતું.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ બસપોર્ટમાં આજે સવારે નવ વાગ્યાના અરસામાં અજાણયા વૃધ્ધ બેભાન થઇ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેકથી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક વૃદ્ધની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન મૃતક વૃદ્ધ મુળ મધ્ય પ્રદેશના વતની અને હાલ ચલાલામાં રહેતા બિરેન્દ્રભાઇ બેચારા જોશી (ઉ.વ.63) હોવાનુ અને તેઓ વતનમાંથી પરત ચલાલા જતા હતા ત્યારે રાજકોટ બસપોર્ટ ઉપર ઉતરતા જ બેભાન થઇ ગયાનું જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં આજીડેમ ચોકડી નજીક જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મુળ રાજસ્થાનના પ્રતાપગઢના આનંદરામ ચેનાજી સોલંકી (ઉ.વ.41) નામના યુવાન રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-1 ઉપર એકાએક બેભાન થઇ જતાં 108 બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં રેલ્વે પોલીસ સ્ટેશનના એએસઆઇ કમલેશભાઇએ જરૂૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આનંદરામ હાલ રાજકોટ રહી મજૂરી કરતાં હતાં. તેને સંતાનમાં પાંચ પુત્ર છે. તે વતન આટો મારવા ગયા હતાં અને સિકંદરાબાદ રાજકોટ ટ્રેનમાં બેસી પરત રાજકોટ આવ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. તેને શ્વાસની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. પ્રાથમિક તપાસમાં હૃદયરોગનો હુમલો આવી જતા મોત થયાનુ જાણવા મળ્યુ છે.

ચુનારાવાડમા બેભાન હાલતમાં યુવકનું મોત
ચુનારાવાડ-5માં તેમજ બેડીપરા શ્રમજીવમાં રહેતાં રમેશભાઇ ભાનુભાઇ પરમાર (ઉ.વ.38) નામના યુવાન સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે સફાઇ કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં તથા સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બિમારીથી મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *