હાર્ટએટેકનો ઉપાડો: મહિલા સહિત વધુ બે લોકોનાં મોત

પોપટપરાના આધેડ અને રેલનગરની મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક ઉપાડો લીધો હોય તેમ…

પોપટપરાના આધેડ અને રેલનગરની મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો

રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક ઉપાડો લીધો હોય તેમ મહિલા સહિત વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ પોપટપરા મેઇન રોડ પર ગાયત્રીડેરી સામે રહેતા વિજયભાઇ રવજીભાઇ સારદીયા (ઉ.વ.48)નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચનાક બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપસી હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતુ. આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ બે બહેનમાં નાના અને ડ્રાઇવીંગ કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

જયારે બીજા બનાવમાં રેલનગરમાં આવેલી ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતા નીરાબેન દિનેશભાઇ વાલ્મીકી (ઉ.વ.55) નામના મહિલા આજે સવારે પોતાના ઘરે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યુ હતુ. વધુ તપાસમાં તેમનું હાર્ટએટેક આવી જતા મૃત્યુ થયાનું તબીબો દ્વારા જણાવ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *