હાર્ટએટેક: જિલ્લા લાઈબ્રેરીના નિવૃત્ત કલાર્ક સહિત ત્રણના હૃદય થંભી ગયા

રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરમાં જિલ્લા લાયબ્રેરીના નિવૃત કલાર્ક અને બે મહીલા સહીત ત્રણના હૃદય થંભી ગયા હતા. આ…

રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરમાં જિલ્લા લાયબ્રેરીના નિવૃત કલાર્ક અને બે મહીલા સહીત ત્રણના હૃદય થંભી ગયા હતા. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે અનામીકા સફોસાયટીમાં રહેતા જીલ્લા લાયબ્રેરીના નિવૃત કલાર્ક મનહરભાઇ દેશાજી પરમાર (ઉ.વ.65) નામના વૃધ્ધ સવારે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ બે બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં માયાણી ચોક પાસે ચંદ્રેશનગર શેરી નં.2માં રહેતા સરોજબેન હિતેશભાઇ ખોખર (ઉ.વ.51) નામના પ્રૌઢાનું હાર્ટ એટેક આવતા બેભાન થઇ જતા મોત નીપજયું હતું.

જયારે ત્રીજા બનાવમાં ખોડીયારનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા રાજકુમારી રામસીંગ નેપાળી (ઉ.વ.51) નામન પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નીપજયું હતું. તબીબો દ્વારા હાર્ટ એટેક આવવાથી મોત થયાનું જણાવ્યું છે.

બેભાન હાલતમાં મોત
જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડીયમ પાસે સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા રાણીબેન ડાયાભાઇ ચૌહાણ (ઉ.વ.67)નું બેભાન થઇ જતા મોત નિપજયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *