હૃદયરોગનો હુમલો: કારખાનામાં કામ કરતા શ્રમિકનું હૃદય બેસી ગયું

    હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોઠડા કારખાનામાં કામ…

 

 

હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોઠડા કારખાનામાં કામ કરતા યુવકને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે આવેલ વિધિલેથ મશીન નામના કારખાનામાં કામ કરતો રવીકુમાર શિવજી પ્રસાદ બારી નામનો 35 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાનામાં હતો. ત્યારે તેને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત નીપજતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મૂળ બિહારનો વતની હતો અને લેથકામ કરતો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *