દિવ્યાંગ યુવાનને હર્ષ સંઘવીની જાદુ કી જપ્પી, અનોખા દૃશ્યો

  રાજકોટ શહેરમાં વિકાસના નવા કામો સાથે આજે માનવતાનું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. 74.32 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ’સાંઢિયા પુલ’નું લોકાર્પણ…

 

રાજકોટ શહેરમાં વિકાસના નવા કામો સાથે આજે માનવતાનું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. 74.32 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ’સાંઢિયા પુલ’નું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ વિધિ બાદ જ્યારે નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં ઉભેલા એક દિવ્યાંગ રાહદારીને જોઈ તેઓ અટકી ગયા હતા અને તેમની પાસે પહોંચી આત્મીયતાથી વાતચીત કરી હતી.

આ દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગ યુવક સાથે ખૂબ જ પ્રેમપૂર્વક સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન, તે દિવ્યાંગ યુવકે પણ પોતાની ખુશી વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીને પ્રેમપૂર્વક ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું. હર્ષ સંઘવીએ પણ આ પ્રેમાળ ભેટનો સ્વીકાર કરી યુવકના ખભે હાથ મૂકી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમયે ઉપસ્થિત લોકોએ પણ આ માનવીય અભિગમના દ્રશ્યોને નિહાળીને દાદ આપી હતી.હર્ષ સંઘવી પહોંચ્યા અને સીધા દિવ્યાંગ વ્યક્તિને જોયને મળવા માટે પહોંચ્યા હતા.હર્ષ સંઘવીએ યુવકની કુશળતા પૂછી હતી અને તેમની જરૂૂરિયાતો અંગે પણ સાંભળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *