હેપ્પી ન્યૂ યર… સાંજ ઢળતા જ રસ્તા પર પોલીસ ઉતરી પડશે

શહેરમાં 1500થી વધુ પોલીસ જવાનોને ચેકિંગ માટે ઉતારાયા, મહિલાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ સ્કવોડ’ ખાનગી ડ્રેસમાં રહેશે તૈનાત પ0થી વધુ પોઇન્ટ પર પોલીસની ટુકડીઓ દ્વારા બ્રેથ…

શહેરમાં 1500થી વધુ પોલીસ જવાનોને ચેકિંગ માટે ઉતારાયા, મહિલાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ સ્કવોડ’ ખાનગી ડ્રેસમાં રહેશે તૈનાત

પ0થી વધુ પોઇન્ટ પર પોલીસની ટુકડીઓ દ્વારા બ્રેથ એનેલાઇઝરથી વાહન ચાલકોને ચેક કરાશે

રાજકોટ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર વાહનચાલકો પર ખાસ નજર

હોટેલ-રિસોર્ટમાં આવતા લોકોનું આઇડી લઇ રજિસ્ટર મેઇન્ટેઇન કરવા સંચાલકોને સૂચના

થર્ટી ફસ્ટની ઉજવણી એટલે ડાન્સ,મસ્તી અને પાર્ટીના દ્રશ્યો આપણી નજર સામે આવી જાય.ગાંધીનગરના ગીફ્ટ સિટીમાં ભલે દારૂૂની છૂટ હોય.પરંતુ હજુ ગાંધીના ગુજરાતમાં દારૂૂબંધી છે.એટલા માટે જ થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂૂપાર્ટીને રોકવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.જો તમારે પણ દારૂૂપાર્ટી કરવી હોય તો પછી નવા વર્ષની ઉજવણી જેલમાં કરવાની તૈયારી રાખવી પડશે.

રાજકોટ શહેર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,રાજકોટ શહેરમાં પોલીસે નવા વર્ષની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્તની યોજના ઘડવામાં આવી છે.જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક,નશામાં વાહન ચલાવવાથી રોકવા માટે ચેકપોસ્ટ તેમજ મહિલાઓની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.શહેરમાં 50થી વધુ પોઇન્ટ પર પોલીસે વાહન ચેકીંગ કરવા ટિમો ઉતારી દેવામાં આવી છે.તેમજ રાજકોટ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર વાહન ચાલક પર નજર રાખવામાં આવશે અને નશામાં વાહન ચલાવનારા પર કાર્યવાહી કરવામાં આવશે. ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે,નવા વર્ષમાં બંદોબસ્ત દરમિયાન નશામાં વાહન ચલાવનારાને ઝડપી લેવા માટે બ્રેથ એનાલાઈઝર્સ પોલીસને ફાળવવામાં આવ્યા છે.આવતી કાલે 31 ડિસેમ્બરને લઇ રોજ બુટલેગર્સ પર ખાસ નજર રાખવામાં આવી છે.મહિલાઓની સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે.13 પોલીસ સ્ટેશનોમાંથી પશીથ-ટીમ સ્ક્વોડથની ખાનગી ડ્રેસમાં એન્ટી-રોમિયો સ્ક્વોડની રચના કરી છે.જે પાર્ટીઓમાં અને ભીડભાડવાળા વિસ્તારોમાં મહિલાઓને સુરક્ષા આપશે.આ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ અને બેકઅપ સપોર્ટ ટીમ તૈનાત રહેશે.

રાજકોટમાં 1500થી વધુ પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવશે.જેમાં સિનિયર પોલીસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામેલ છે.31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજકોટ શહેર પોલીસે નાગરિકોને જવાબદારીપૂર્વક ઉજવણી કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે. ઉચ્ચ અધિકારીઓએ કાયદા ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશે. આ બંદોબસ્ત દ્વારા રાજકોટ શહેર પોલીસ નવા વર્ષનો આરંભ શાંતિપૂર્ણ અને આનંદદાયક બનાવવા માટે પ્રયત્નશીલ બની છે.

સંવેદનશીલ વિસ્તારોના સીસીટીવી,હોટેલ અને પ્રાઇવેટ પાર્ટી પર પોલીસનું ખાસ મોનિટરિંગ
સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે,સાથો સાથ પોલીસ કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે તહેનાત રહેશે તેમજ ખાનગી ડ્રેસમાં અધિકારીઓ મોલ, ક્લબ, હોટેલ અને પ્રાઈવેટ પાર્ટી સ્થળોએ મોનિટરિંગ કરશે.આજથી જ હોટેલ અને સંવેદનશીલ વિસ્તારોમાં સાંજથી પોલીસનું ચેકીંગ કરવામાં આવશે.તેમજ હોટેલ સંચાલકોને સૂચના અપાઈ છે કે,તેઓ હોટેલમાં આવતા લોકોના આઈડી લઇ રજીસ્ટર મેઇન્ટેઇન કરે.

ફાર્મહાઉસ પર ડ્રોન ઉડાડી નજર રાખવામાં આવશે
થર્ટી ફર્સ્ટને લઈને હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,નવા વર્ષની ઉજવણી માટે લોકો દારૂૂ પાર્ટી કરવા ફાર્મ હાઉસ પર પહોંચી જાય છે ત્યારે શહેર અને જિલ્લા પોલીસ દ્વારા આ વખતે ડ્રોન ઉડાડી ફાર્મહાઉસમાં દારૂૂ પાર્ટી કરતા નબીરાઓને પકડી લેવામાં આવશે.

આ સ્થળો પર પોલીસનું વાહન ચેકિંગ
રેસકોર્સ, જિલ્લા પંચાયત ચોક,કેકેવી સર્કલ,ઇન્દિરા સર્કલ,નવા રિંગ રોડ,યાજ્ઞિક રોડ,ગોંડલ ચોકડી,ગ્રીન લેન્ડ ચોકડી,બેડી ચોકડી,માધાપર ચોકડી,કિશાનપરા ચોક,કોટેચા ચોક,રૈયા ચોકડી સહિતના સ્થળો પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવશે.

સિવિલના ઇમર્જન્સી વિભાગમાં તબીબોનો સ્ટાફ રહેશે ખડેપગે

થર્ટી ફર્સ્ટ અનુસંધાને આવતીકાલે રાજકોટ શહેરમા 1પ00 થી વધુ પોલીસ જવાનો દ્વારા વાહન ચેકીંગ અને પીધેલાઓને પકડવા રસ્તા પર ઉતરી આવશે. ત્યારે પીધેલાઓના બ્લડ ટેસ્ટ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમા પણ ખાસ સુવીધાઓ ઉભી કરવામા આવી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબ ડો. દુસરાએ જણાવ્યુ હતુ કે આવતીકાલે થર્ટી ફર્સ્ટ હોય પોલીસ દ્વારા દારૂ પી ને જાહેરમા નિકળતા શખ્સોને પકડી લઇ તેના બ્લડ ટેસ્ટ કરાવવા માટે સિવિલ હોસ્પિટલે લાવશે ત્યારે હોસ્પિટલમા ફરજ બજાવતા નાઇટ ડયુટીમા રહેલા તબીબો અને નસીર્ર્ંગ સ્ટાફ સહીતનાઓને ઇમરજન્સી વિભાગમા જરૂર પડયે તાત્કાલીક હાજર થવા સુચના આપી દેવામા આવી છે.

જિલ્લામાં 100થી વધુ પોઇન્ટ પર વાહનચ ેકિંગ, અવાવરુંં સ્થળો પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
થર્ટી ફર્સ્ટ પર જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની રાહબરીમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનોને નાકાબંધી – પેટ્રોલિંગ કરીને દેશી વિદેશી દારૂૂની પ્રવૃતિઓ ઉપર ધોંશ બોલાવી દેવા એક્ટિવ કરી દેવાયા છે.દેશી વિદેશી દારૂૂની હેરફેર અને માદક પદાર્થોના વેચાણ અને છાકટા બનીને ફરતા યુવાનોને પકડવા માટે પોલીસ દ્વારા 31 મી ડિસેમ્બર સુધી પ્રોહીબિશન ડ્રાઈવ ચલાવવામાં આવશે.જિલ્લામાં નાકાબંધી કરીને સઘન વાહનચેકીંગ કરી વિદેશી દારૂૂની હેરાફેરી ઉપર પણ પોલીસને વોચ રાખવાની સૂચના આપી દેવાઈ છે. જે અન્વયે જિલ્લામાં નાકાબંધી કરીને સઘન વાહનચેકીંગ પણ કરવા તેમજ ખાસ કરીને જિલ્લામાં આવેલા ફાર્મહાઉસોમાં ગુપ્ત રીતે યોજાતી પાર્ટીઓના આયોજનો ઉપર પણ બાજ નજર રાખવા સૂચના આપવામાં આવી છે.તદુપરાંત થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન બ્રેથ એનેલાઈઝરથી ચેકીંગ કરીને નબીરાઓને ઝડપી પાડવા અને ખાસ કરીને નોનવેજની હાટડીઓ ઉપર પણ ચેકિંગ કરવા તાકીદ કરવામાં આવી છે.તેમજ રાજકોટ જિલ્લામાં એન્ટર થતા વાહનોનું ખાસ ચેકીંગ કરવામાં આવ્યું છે.તેમજ 100થી વધુ પોઇન્ટ પર પોલીસની ટુકડી ગોઠવી દેવામાં આવી છે.તેમજ તમામ ટોલનાકા પરથી પસાર થતા વાહનોનું ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.તેમજ અવાવરું સ્થળો પર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *