સુરતના પાલોદ ગામની હદમાં કિમ ચાર રસ્તા નજીક આવેલ યુનિયન બેંકના પાછળના ભાગે દિવાલમાં બકોરુ પાડી અને લોકર રૂમ સુધી પહોંચી છ લોકર ચીરીને રૂા. 40.36 લાખથી વધુની રોકડ અને દાગીનાચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. રાત્રીના બનેલા બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ આંકડો વધવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. કીમ ચારરસ્તા નજીક આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની પાલોદ બ્રાન્ચ છે. બેંકના પાછળના ભાગે સુફિયાનભાઈ યાકુબભાઈ કાગજીની ઓફિસ છે.
જે ઓફિસમાં રાત્રિ દરમિયાન ફાયબરનો દરવાજાનો લોક તોડી તસ્કરો અંદર ઘુસ્યા હતા. બેંકના સ્ટ્રોંગ રૂૂમની સિમેન્ટ કોન્ક્રીટ અને સળિયા વાળી જાડી દીવાલમાં ડ્રીલ મશીનથી દોઢ ફૂટ જેટલું બાકોરું પાડી, સળિયા બેંક્માં ઘરથા હતા. સ્ટ્રોંગરૂૂપમાં આવેલ લોકર નં. 31, 37, 43, 73,74 ,75 તોડયા હતા. પોલીસે આ લોકર માલિકોને બોલાવી પૂછપરછ કરતા લોકર નંબર 75 ના માલિક ધનસુખભાઈ રત્નાભાઈ આહીરના લોકરમાંથી અંદાજિત 9 લાખ રૂૂપિયા રોકડા તેમજ 50 તોલાથી વધુનું સોનું ગાયબ થયું હોવાનું જણાવ્યું હતું. સાંજ સુધી જે લોકરને કાપીને ચોરી કરવામાં આવી છે તેમના માલિકોને બોલાવી લોકરમાં રાખેલી વસ્તુ અને સામાનની પૂછપરછ ચાલુ હતી. પોલીસ ફરિયાદ હજુ સાંજ સુધી ફાઈનલ કરી ન હોવાનું જાણવા મળ્યું છે.
હાલ કોસંબા પોલીસે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં તસ્કરોએ રાત્રિ દરમિયાન સ્ટ્રોંગ રૂૂમની દિવાલમાં બાકોરુ પાડી લોકર કાપી તેમાંથી 40.36 લાખની ચોરી થઈ હોવાનું જણાવે છે. જોકે ચોરીની ઘટના આંકડો હજુ વધી શકે છે.બેંકની પાછળના ભાગે સદંતર અવાવરું અને ખુલ્લી જગ્યા આવેલી છે. બેંકની સાથે જ મિલક્તના માલિકની ઓફિસ આવેલી છે. આજ ઓહિસમાંથી તરસ્કરો સામાન્ય ફાયબરનો દરવાજો તોડીને પ્રવેશ કર્યો હતો. રૂૂમમાં વીજ પાવરથી ડ્રીલ કરીને દીવાલમાં બાકોરું પાડીને બેંકમાં પ્રવેશ કર્યો હતો. બેંકના પાછળના ભાગમાં સીસીટીવી તેમજ સલામતીને લઈને બેંક દ્વારા કોઈપણ જાતના પગલાં ભર્યા હોય તેવું દેખાતું ન હોતું. આ ઉપરાંત બેંકમાં રાત્રી દરમિયાન કોઈપણ વોચમેન ન હતો.જેથી કરીને ચોરી થઈ તે દરમિયાન કોઈને જાણ સુદ્ધાના થઈ હતી.જે ચોર ઈસમો બેંક્માં પ્રવેશ કર્યા હતા તે ચોર ઈસમો બેંકમાં લાંબો સમય સુધી રોકાયા હશે અને તેમણે નિરાંતે બેંક્માં ચોરી કરી હશે. જે મિલક્ત માલિકની ઓફિસમાંથી તેઓ બેંકમાં પ્રવેશવા માટે દીવાલમાં બાકોરું પાડયું હતું તે ઓફિસમાં બેસીને તેમણે નશીલા પદાર્થોનું સેવન તેમજ નાસ્તો કર્યો હોવાનું ત્યાં પડેલા પેકેટ ઉપરથી સાબિત થાય છે. જેથી તેઓ લાંબો સમય સુધી બેંકમાં ચોરી કરવા પૂરતી તૈયારી કરીને આવ્યા હોય તેવું દેખાઈ આવે છે.