વાલીવારસે એ ડિવિઝનનો સંપર્ક કરવો
સિવિલ હોસ્પિટલ ચોક એસબીઆઇ નજીક અજાણ્યા આશરે 50થી 55 વર્ષના પ્રૈઢ તા. 17ના રોજ બેભાન મળતાં 108ને જાણ કરવામાં આવી હતી. તેના તબિબ ભાવીકાબેને આ પ્રોૈઢને મૃત જાહેર કરતાં એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. ડી. ડાંગીએ જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક પ્રોઢે કાળુ જેકેટ પહેર્યુ છે અંદર લાલ ટી-શર્ટ તથા નીચે લા પટ્ટાવાળા બ્લુ કલરનું ટ્રેક પહેર્યુ છે. તેની દાઢીમાં સફેદ-કાળા વાળ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સંબંધી હોય તો એ-ડિવીઝન પોલીસનો 63596 27436 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. બિમારીથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.
