રાત્રે બધા સૂઈ જાય પછી શરીર સંબંધ બાંધતો, પોલીસે હેવાનને ઝડપી લીધો
માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પ્રકાશમાં આવી છે. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. ખાતે લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે સગીરાને *પાંચ માસનો ગર્ભ છે. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
હોસ્પિટલમાં માતાએ જ્યારે નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની કરતૂતો વિશે જણાવ્યું. આઘાતમાં સરેલી માતાએ તુરંત પોતાની બહેનને ફોન કર્યો, ત્યારે જાણવા મળ્યું કે મોટી દીકરી પણ રડી રહી છે. મોટી દીકરીની તપાસ કરાવતા તે પણ બે માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અને રાત્રે ઘરમાં સૌ સૂઈ જાય ત્યારે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો.
સગીરાઓએ પોતાની આપવીતીમાં જણાવ્યું કે, પિતા તેમને ધમકાવતો હતો કે, “જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ.” આ ડરને કારણે માસૂમ દીકરીઓ લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરતી રહી.
સગીરાઓની માતાના નિવેદનને આધારે ચિખલી પોલીસે આરોપી અનિલભાઈ અમૃતભાઈ રાઠોડ વિરુદ્ધ ઙઘઈજઘ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની ગુના સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સમગ્ર નવસારી જિલ્લામાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
