રાજકોટમાં GUVNLની ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની પ્રતિષ્ઠિત 18 મી ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 21-1-26 ના રોજ થયેલ છે. જેમાં પ્રથમ મેચમાં PGVCL…

 

 

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની પ્રતિષ્ઠિત 18 મી ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 21-1-26 ના રોજ થયેલ છે. જેમાં પ્રથમ મેચમાં PGVCL અને UGVCL વચ્ચે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ, રાજકોટ ખાતે રમાયેલ જેમાં UGVCL એ ટોસ જીતીને PGVCL બેટીંગ આપેલ. PGVCL બેટીંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 197 રન કરેલ હતા. જેમાં કે, આર.પાઠક દ્વારા 108 રન અને અજય શેઠ દ્વારા 73 રન કરવામાં આવેલ. જેની સામે UGVCL દ્વારા 10 વિકેટે 142 રન સાથે ઓલઆઉટ થયેલ. તેથી PGVCL ટીમ વિજેતા જાહેર થયેલ.

બીજો મેચમાં DGVCL, અને GETCO વચ્ચે રાજકુમાર કોલેજ રાજકોટના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ જેમાં DGVCL એ ટોસ જીતીને બેટીંગ લીધેલ હતી. DGVCL એ બેટીંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 211 રન કરેલ હતા. જેમાં વસીમ મલીક દ્વારા 135 રન કરવામાં આવેલ. જેની સામે GETCO દ્વારા 20 ઓવરમાં 8 વિકેટે 173 રન કરેલ. તેથી DGVCL ટીમ વિજેતા જાહેર થયેલ.

ત્રીજો મેચમાં GUVNL અને GSECL વચ્ચે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ, રાજકોટ ખાતે રમાયેલ જેમાં GUVNL એ ટોસ જીતીને બેટીંગ લીધેલ હતી. GUVNL એ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 98 રન કરેલ હતા. જેની સામે GSECL દ્વારા 9.4 ઓવરમાં 1 વિકેટે 104 રન કરેલ. જેમાં યોગીરાજસિંહ જાડેજા દ્વારા 64 રન કરવામાં આવેલ. તેથી GSECL ટીમ વિજેતા જાહેર થયેલ. એમ બી.સી. રાઠોડ, અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ સીટી સર્કલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *