વીરપુરમાં 39 હજારના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

રાજકોટ જીલ્લામાં માદક પદાથોની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ વીરપુરમાં દરોડો પાડી રૂૂ.39 હજારના ગાંજા સાથે…

રાજકોટ જીલ્લામાં માદક પદાથોની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ વીરપુરમાં દરોડો પાડી રૂૂ.39 હજારના ગાંજા સાથે પેડલરને ઝડપી લઇ સપ્લાયરનું નામ ખોલ્યું છે.

રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી તથા એસ.ઓ.જી ના સ્ટાફ સાથે વિરપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રૂૂપકભાઇ બોહરા તથા ક્રિપાલસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ ડોડીયાનાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, જે હકિકત આધારે વિરપુર ગંગાનગર સોસાયટી બ્લોક નં.-1માં રહેતા જગદિશભાઇ કનુભાઇ સરવૈયાના રહેણાક મકાનમાં દરોડો પાડી ત્યાંથી રૂૂ.39,450નો માદક પદાર્થ ગાંજાનો જથ્થો 789 ગ્રામ જેની કબજે કર્યો હતો.

તપાસમાં સપ્લાયર તરીકે હરીપર(મેવાસા) સોમાભાઇ ચનાભાઇ મકવાણાનું નામ ખુલ્યું હતું. એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, તથા ફીરોઝભાઇ બ્લોચ તથા રૂૂપકભાઇ બોહરા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, પુથ્વિરાજસિંહ ડોડીયા, કલ્પેશભાઇ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા રઘુભાઇ ત્રમટા તથા નરશીભાઇ બાવળીયા દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *