કાલાવડ રોડ પર રિસોર્ટમાં ડ્રાઈવરે ઝેરી દવા ગટગટાવી

શહેરના સહકાર રોડ પર રહેતાં અને કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં પ્રૌઢે રીસોર્ટમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને…

શહેરના સહકાર રોડ પર રહેતાં અને કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં પ્રૌઢે રીસોર્ટમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ સહકાર રોડ પર જલારામ ચોકમાં રહેતા અને કાલાવડ રોડ પર આવેલા ફિનિકલ રીસોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં મહેશભાઈ બાબુભાઈ પરમાર (ઉ.55) નામના પ્રૌઢે આજે સવારી રીસોર્ટમાં જ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પોલીસમાં જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *