ગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમદાવાદ-રાજકોટ-તલાલા ગીર સોમનાથમાં મેડિકલ એથિક્સ અને દર્દીઓની સુરક્ષા સાથે ચેડાં કરનારા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાયન્સ…

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમદાવાદ-રાજકોટ-તલાલા ગીર સોમનાથમાં મેડિકલ એથિક્સ અને દર્દીઓની સુરક્ષા સાથે ચેડાં કરનારા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાયન્સ સિટીમાં વેલીસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના માલિક ડો.ભાર્ગવ પટેલ, રાજકોટના ડો. મનોજ સીડા અને તાલાલા- ગીર સોમનાથના ડો.અક્ષય હડિયલ સામે જુદા જુદા પ્રકારની ગેરરીતિ અને બેદરકારી બદલ કડક કાર્યવાહી કરીને છ મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા છે.

સાયન્સ સિટી અમદાવાદની વેલીસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઓનર ડો.ભાર્ગવ દીપકભાઇ પટેલ MBBS સમકક્ષ ફોરેન ડિગ્રી ધરાવતાં હોવા છતાં MD જનરલ મેડિસીન તરીકે પ્રેક્ટિસ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતાં હતા. આ પ્રકારની પ્રવૃત્તિના કારણે તેમનું લાઈસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ જ રીતે રાજકોટની શ્રી સમર્પણ હોસ્પિટલ (હાલ ગોકુલ હોસ્પિટલ)ના મનોજ કેશુભાઇ સીડા દ્વારા મેડિકલ ઇન્સ્યોરન્સ કલેઇમ મેળવવા ખોટા અને શંકાસ્પદ મેડિકલ રેકર્ડ રજૂ કરવા અને ફોરેન MBBS સમકક્ષ ડિગ્રી ધરાવતાં હોવા છતાં MD જનરલ મેડિસીન તરીકે પ્રેક્ટિસ કરવા બદલ તેમનું લાઈસન્સ પણ છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

તાલાલા-ગીર સોમનાથ જિલ્લાની વઘાસિયા હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના ગાયનેકોલોજિસ્ટ ડો. અક્ષય જયંતીલાલ હડિયલની સારવારમાં બેદરકારી અને એનેસ્થેટીકની ગેરહાજરીમાં સર્જરી, પોસ્ટ ઓપરેટીવ પ્રોટોકોલનું પાલન ન કરવુ, તપાસમાં સમિતિને સહકાર ન આપવો વગેરે પ્રવૃત્તિને કારણે ત્રણ દર્દીઓ શ્રીમતી કેવીબેન નંદાણિયા, શ્રીમતી મનીષાબેન મકવાણા અને કાજલબેન ત્રાડાનું પ્રેગ્નન્સી-ડિલિવરી દરમિયાન થયેલા મૃત્યુ અને ગીર-સોમનાથ જિલ્લાના CDHO“u Mother Death Inquiry Committeeનો રિપોર્ટ વગેરેને ધ્યાનમાં લઇને ડો.અક્ષય હડિયલનું તબીબી લાઈસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇ.સી.મેમ્બર ડો.મહેશ પટેલે કહ્યું કે, ડોક્ટરો છેલ્લા કેટલાય સમયથી ખોટી ડિગ્રીઓ દર્શાવીને દર્દીઓનાં આરોગ્ય સાથે ચેંડા થાય તે પ્રકારની સારવાર કરી રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *