શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં સાસુ પત્નીને તેડવા આવ્યા હતાં. જેથી પત્ની રિસામણે ચાલી જશે તેવી દહેશતે પતિએ સાસુ સામે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલ ઘનશ્યામ રેસીડેન્સીમાં રહેતાં યુવરાજ પ્રકાશભાઈ ગોરસવા (ઉ.22) પોતાના ઘરે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં દંપતિ વચ્ચે ઝઘડો થતાં સાસુ પત્નીને તેડવા આવતાં પત્ની સિરામણે ચાલી જશે તેવુ દહેશતે જમાઈએ સાસુ સામે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવ જુદા જુદા ત્રણ સ્થળે પરિણીતા સહિત ત્રણ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. જેમાં ત્રંબા ગામે જીતેન્દ્ર હંસરાજભાઈ સુરેલા (ઉ.36)એ ફિનાઈલ, મહિકા ગામે કરમણભાઈ પાંચાભાઈ ચૌહાણ (ઉ.55)એ ઝેરી દવા અને સિવાજીનગરમાં રહેતી પ્રિયાબેન રોહિતભાઈ ગોહિલ નામની 20 વર્ષની પરિણીતાએ ડીડીજી પાઉડર પી લીધો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
