ગુજરાત સરકારે વિમાન-હેલિકોપ્ટરમાં બે વર્ષમાં 86.33 કરોડનો ધૂમાડો કર્યો

ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગના ખર્ચને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા…

ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગના ખર્ચને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, છેલ્લા બે વર્ષના ટૂંકા ગાળામાં સરકારી વિમાન અને હેલિકોપ્ટરના સંચાલન, નિભાવણી અને સ્ટાફ પાછળ કુલ ₹86,33,55,531 (86.33 કરોડથી વધુ) જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સ્માર્ટ ગવર્નન્સ અને આર્થિક કરકસરના દાવાઓ વચ્ચે સામે આવેલા આ તોતિંગ આંકડાઓએ રાજ્યના રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સરકારે રજૂ કરેલી આંકડાકીય વિગતોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, કુલ ખર્ચનો અડધાથી વધુ હિસ્સો માત્ર વિમાન અને હેલિકોપ્ટરની જાળવણી એટલે કે નિભાવણી પાછળ ખર્ચાયો છે. છેલ્લા બે વર્ષમાં ટેકનિકલ કામગીરી, સુરક્ષા તપાસ અને વિવિધ સ્પેરપાર્ટ્સની ખરીદી જેવી બાબતો પાછળ જ સરકારને ₹56,66,32,421 નો ખર્ચ થયો છે. સરકારના જણાવ્યા અનુસાર, અતિ મહાનુભાવોની સુરક્ષા અને વિમાનની ઉડાનક્ષમતા જાળવી રાખવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માપદંડો મુજબ નિયમિત અંતરે આ પ્રકારનું ટેકનિકલ મેઈન્ટેનન્સ કરવું અનિવાર્ય હોય છે, જેના કારણે આટલો મોટો ખર્ચ નોંધાયો છે.

માત્ર મશીનરી કે સ્પેરપાર્ટ્સ જ નહીં, પણ આ અત્યાધુનિક ઉડ્ડયન સાધનોને ચલાવનારા નિષ્ણાતો અને તેને જમીન પર સુરક્ષિત રાખનારા સ્ટાફ પાછળ પણ સરકાર દ્વારા કરોડો રૂૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સરકારી વિમાન અને હેલિકોપ્ટર ઉડાડતા કુશળ પાયલોટ્સના વેતન અને તેમની અન્ય સવલતો પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ 28,08,25,262 નો ખર્ચ થયો છે. આ ઉપરાંત, ગ્રાઉન્ડ સ્ટાફ, ક્વોલિફાઈડ એન્જિનિયર્સ અને અન્ય સહાયક કર્મચારીઓના પગાર અને ભથ્થા પેટે વધુ ₹1,58,97,848 ની રકમ સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવી છે. આમ, મેઈન્ટેનન્સ અને સ્ટાફના ખર્ચ મળીને આ આંકડો ₹86 કરોડને પાર કરી ગયો છે.

વિધાનસભામાં રજૂ થયેલા આ આંકડા બાદ વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, એક તરફ રાજ્યના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે અને સામાન્ય જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ સરકાર ટટઈંઙ સુવિધાઓ અને વૈભવી પ્રવાસો પાછળ જનતાના પરસેવાના કરોડો રૂૂપિયા વાપરી રહી છે. જોકે, સરકારી વર્તુળોએ આ બચાવમાં જણાવ્યું છે કે રાજ્યના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં તાકીદની વહીવટી કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વના પ્રવાસો માટે આ સુવિધાઓ અનિવાર્ય છે. સ્માર્ટ સિટીના યુગમાં જ્યારે કરકસરની વાતો થતી હોય, ત્યારે આ આર્થિક બોજ આગામી દિવસોમાં ચોક્કસપણે ચર્ચાના કેન્દ્રમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *