આગામી વર્ષ માટે ગુજરાત બોર્ડના 32 વિષયોના પાઠય પુસ્તકો બદલાશે

શાળા શિક્ષણને આધુનિક અને ભવિષ્યોન્મુખી બનાવવા માટે ગુજરાત શિક્ષણ વિભાગે 2026-27 શૈક્ષણિક વર્ષ માટે વ્યાપક પાઠ્યપુસ્તક સુધારણાની જાહેરાત કરી છે. આ અંતર્ગત પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક…

શાળા શિક્ષણને આધુનિક અને ભવિષ્યોન્મુખી બનાવવા માટે ગુજરાત શિક્ષણ વિભાગે 2026-27 શૈક્ષણિક વર્ષ માટે વ્યાપક પાઠ્યપુસ્તક સુધારણાની જાહેરાત કરી છે. આ અંતર્ગત પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક સુધીના સ્તરે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ 32 પાઠ્યપુસ્તકોનું સંપૂર્ણ પુનરાવર્તન કરવામાં આવશે.આ સુધારણામાં ભાષા, ગણિત તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા મુખ્ય વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઉચ્ચ વર્ગો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા સમકાલીન વિષયોનો સમાવેશ કરવામાં આવશે. આ પગલું વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતી ટેક્નોલોજીકલ દુનિયા સાથે જોડવા અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પાઠ્યપુસ્તકોનું પુનરાવર્તન એક નિયમિત પ્રક્રિયા છે જેથી અભ્યાસક્રમ સમયસર અને સુસંગત રહે. તેમ છતાં આ વખતના ફેરફારો ખાસ કરીને મહત્વપૂર્ણ છે. ક્લાસ 9 અને 11ના પુસ્તકો છેલ્લે 2013-14માં સુધારાયા હતા, એટલે કે આશરે 13 વર્ષ પછી તેમાં મોટા અપડેટ કરવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક સ્તરે પાયાની શિક્ષણને મજબૂત કરવા માટે અનેક નવા પુસ્તકો રજૂ કરવામાં આવશે. આમાં ક્લાસ 2 માટે ગુજરાતી વિષયનું વાચનમાળા અને ક્લાસ 3 માટે મેથ્સ મેળો તેમજ અવર વન્ડરફુલ વર્લ્ડનો સમાવેશ થાય છે. મિડલ સ્કૂલમાં ક્લાસ 6 માટે મેથ્સ પ્રકાશ અને વિજ્ઞાનનું કૌતુહલ પુસ્તક અપડેટેડ આવૃત્તિમાં આવશે. વિદ્યાર્થીઓમાં મૂલ્યઆધારિત શિક્ષણ વિકસાવવા માટે ક્લાસ 7 અને 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાથી પ્રેરિત પાઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુનરાવર્તન પછી નવા પાઠ્યપુસ્તકો 2026-27ના શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. આ ફેરફારો ગુજરાતની શાળા શિક્ષણ વ્યવસ્થાને વધુ આધુનિક, તકનીકી અને મૂલ્યપ્રધાન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *