રાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયા

રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ખાસ કરીને વિકેન્ડમાં ‘કોમ્બિંગ નાઈટ’નું આયોજન કરવામાં આવે છે. રવિવારની…

રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ખાસ કરીને વિકેન્ડમાં ‘કોમ્બિંગ નાઈટ’નું આયોજન કરવામાં આવે છે. રવિવારની રાત્રિએ શહેર પોલીસના વિવિધ સ્તરોના સ્ટાફ દ્વારા સમગ્ર શહેરમાં કિલ્લેબંધી જેવું વાતાવરણ સર્જીને સઘન વાહન ચેકિંગ અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, ચોકડીઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. તાજેતરમાં શહેરમાં નાની વાતમાં છરી જેવા હથિયારો વડે હુમલાની ઘટનાઓ વધી રહી છે, જેને ડામી દેવા પોલીસ દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ ડ્રાઈવમાં પોલીસે કુલ 20 શખ્સો સામે કાયદેસરના ગુના નોંધી લોકઅપના દર્શન કરાવ્યા છે.

ગઈકાલે કોમ્બિંગ નાઈટ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દારૂૂ પી નીકળેલા શખસો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ભક્તિનગર રેલ્વે સ્ટેશન સર્કલ પાસેથી ચિરાગ સગપરિયા, બી ડિવિઝન પોલીસે મોરબી રોડ બેડી ચોકડી પાસેથી દિનેશ ગોહિલ, સંત કબીર રોડ નાલા પાસેથી ભાવેશ રાઠોડ, જય જવાન જય કિસાન સોસાયટી પાછળ જકાતનાકા પાસેથી જીતેશ મકવાણા, થોરાળા પોલીસે ભાવનગર રોડ આઇટીઆઇ સામેના રોડ પરથી મહેશ સીતાપરા, પ્ર.નગર પોલીસે જામનગર રોડ સાંઢીયા પુલ પાસેથી સંજય દેસાઈ, ગાંધીગ્રામ પોલીસે રૈયાધાર મફતિયાપરા પાસેથી અશોક બારીયા, માલવિયાનગર પોલીસે ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટર પાસેથી કાનજીભાઈ જાદવ, કેકેવી હોલ પાછળ મફતિયાપરામાંથી નવનીત કોઠડીયા, એ ડિવિઝન પોલીસે કોઠારીયા નાકા પાસેથી તેજસ પાટડીયા, બી ડિવિઝન પોલીસે બેડી ચોકડી પાસેથી ભાવેશ લાઠીયા, સંત કબીર રોડના નાલા પાસેથી રીન્કુ ગઢીયા, પ્ર.નગર પોલીસે જામ ટાવર ચોક પાસેથી હિતેશ પાટીલ, યુનિવર્સિટી પોલીસે રૈયાધાર દશામાના મંદિર પાસેથી નરેન્દ્ર ભટ્ટ, એલસીબી ઝોન 2 ની ટીમ રૈયાધાર દશામાના મંદિર પાસેથી અશોક રાઠોડને નિશાની હાલતમાં ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
છરી સહીતના હથિયારો સાથે રાખી ફરતા શખસો સામે પણ પોલીસે તવાઇ ઉતારી હતી.

ગઈકાલ ચેકિંગ દરમિયાન છ શખસોને છરી સાથે ઝડપી લીધા હતા. જેમાં બી ડિવિઝન પોલીસે કુવાડવા પોલીસ સ્ટેશન પાસે સાજીદશાહ શાહમદાર, થોરાળા પોલીસે ભાવનગર રોડ આઇટીઆઇ પાસેથી મહેશ સીતાપરા, થોરાળા પોલીસે ભાવનગર રોડ લાખાજીરાજ ઉદ્યોગનગર પાસેથી રાજુ વાળા, નાનજી મકવાણા, આજીડેમ પોલીસે સાંઈબાબા સર્કલ પાસેથી પ્રવીણ સાડમિયા, યુનિવર્સિટી પોલીસે મુજકા ચોકડી નજીક સનાતન સાઇટ પાસેથી નવલદાન સાકરીયાને છરી સાથે ઝડપી લઇ તેની સામે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *