જામનગરમાં ઔદ્યોગિક એકમોમાં જીએસટી વિભાગનું ચેકિંગ

જામનગરમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવામાં આવી હતી. એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલ મસાલા મીલ સહિતના એકમોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.…

જામનગરમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવામાં આવી હતી. એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલ મસાલા મીલ સહિતના એકમોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જીએસટી ટીમે ઔદ્યોગિક એકમોમાં મશીન સંબંધિત તપાસ કરી હતી. સમયાંતરે કરવામાં આવતા નિયત ચેકીંગ અંતર્ગત સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, ગત મંગળવારે સાંજે અમદાવાદથી આવેલ જીએસટીની ટૂકડીએ અમુક માલવાહક વાહનો રોકી કારખાનાઓનો માલસામાન જપ્ત કર્યો હતો જેને પગલે વેપારીઓમાં ઉહાપોહ થયો હતો. જે પછી ગઈકાલે એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવતા સતત બીજા દિવસે કાર્યવાહી થઈ હોવાની ચર્ચા હતી, પરંતુ ગઈકાલની કાર્યવાહી રૂૂટીન ચેકીંગ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *