વેરાવળમાં 29 લાખનું 17 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરોએ ધમકી આપી

વેરાવળમાં રૂૂા.29 લાખ વ્યાજે લીધેલ જે રકમનું દર મહિનાનું નિયમિત વ્યાજ ચુકવતા રૂૂા.17 લાખ ચુકવી આપેલ હોય અને પાંચેક મહિના થી વ્યાજ ચુકવી ન શકતા…

વેરાવળમાં રૂૂા.29 લાખ વ્યાજે લીધેલ જે રકમનું દર મહિનાનું નિયમિત વ્યાજ ચુકવતા રૂૂા.17 લાખ ચુકવી આપેલ હોય અને પાંચેક મહિના થી વ્યાજ ચુકવી ન શકતા બે શખ્સો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હોવાની પોલીસમાં અરજી આપતા પોલીસે બંને સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળમાં જીઆઈડીસીમાં ફીશ એક્સપોર્ટ નો વ્યવસાય કરતા વેપારી પ્રકાશ મનસુખભાઇ સોનેરી ને વર્ષ 2023 માં ઘંધામાં પૈસાની જરૂૂરીયાત ઉભી થતા જીઆઈડીસીમાં વેપાર કરતા પરાગ ધનેશા પાસેથી પ્રથમ વખત રૂૂા.9 લાખ 3 ટકા વ્યાજે લીધેલ હતા. બાદમાં વર્ષ 2024 માં વધુ રકમની જરૂૂરીયાત હોવાથી જુદા જુદા સમયે કુલ 20 લાખની રકમ 4 અને 3.5 ટકા વ્યાજે લીધા હતા. આમ કુલ લીધેલ રૂૂા.29 લાખની રકમનું દર મહિનાનું નિયમિત વ્યાજ ચુકવતો હતો. વ્યાજે લીધેલ રકમની સિક્યુરીટી પેટે કુલ 8 ચેકો અને કિયા સલટોસ મોટર કાર પરાગ ધનેશા લઈ ગયેલ હતા. આ લીધેલ રકમનું અત્યાર સુધીમાં રૂૂા.17 લાખ વ્યાજ ચુકવી આપ્યુ છે. ધંધામાં નુકસાની આવી હોવાથી પાંચેક મહિના થી વ્યાજ ચૂકવી ન શકતા પરાગ ધનેશા અને તેનો માણસ વિપુલ બારીયા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપી અપશબ્દો બોલીને માનસિક ત્રાસ આપી રહ્યા હતા.

જેથી પ્રકાશ સોનેરી એ આ બાબતે બંને સામે પોલીસમાં અરજી આપી હતી.
આ અંગે પી આઈ જે.એન. ગઢવી ના જણાવ્યા મુજબ વ્યાજખોરો અંગે મળેલ અરજી ની તપાસ ના આધારે વ્યાજખોર પરાગ ધનેશા અને વિપુલ બારીયા સામે ગુનો નોંધી ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓ એ પણ વ્યાજ ખોરી ની અરજી આપી છે. જેમાં કિશોર કાનજી સોનેરીએ રૂૂા.11 લાખ 3 ટકે લીધેલ, હર્ષદ પદમશી ફોફંડીએ રૂૂા.6.50 લાખ 3 ટકે, પ્રભુદાસ રતનશી ચોમલએ રૂૂા.30 લાખ 3 ટકે, નગીન રમેશ જુંગીએ રૂૂા.23 લાખ 3 ટકે લીધેલ હતા. ચારેય અરજદારો પાસેથી પણ પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવા અંગે ચાર લેખિત અરજીઓ પોલીસને મળી હોય તે તમામની તપાસ પણ હાથ ધરેલ હોવાનું જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *