ચોટીલાના હબિયાસરમાં જૂથ અથડામણ, 7 ઘાયલ

વીડિયો ગેમ્સ રમતા બાળકો વચ્ચેની તકરાર બાદ બે જૂથ વચ્ચે મારામારી ચોટીલા નાં હબિયાસર ગામે એક જ જ્ઞાતિ ના બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો…

વીડિયો ગેમ્સ રમતા બાળકો વચ્ચેની તકરાર બાદ બે જૂથ વચ્ચે મારામારી

ચોટીલા નાં હબિયાસર ગામે એક જ જ્ઞાતિ ના બે જૂથો વચ્ચે અથડામણ થતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો જોકે સામાન્ય ઝગડો થતા આગેવાનોની ધરમ્યાનગીરી કરતા સમગ્ર મામલો સયાધાન તરફ ફટાયો છે.
સ્થાનિક કક્ષાએ મળતી માહિતી મુજબ ગઇ કાલે છોકરાઓને વિડીયો ગેમ્સ રમતા હતા તેમા ગેમ્સ રમતા બાળકો વચ્ચે બોલાચાલી થયેલ હતી જે મામલે આજે મોટેરા વચ્ચે બોલચાલ થતા એક જ જ્ઞાતિ નાં બે જુથો વચ્ચે સામાન્ય બાબતમાં અથડામણ થયેલ હતી.


બંન્ને જુથની મારામારી થતા પાચ થી સાત જેટલા લોકો ને ઇજા પહોચી હતી ઇજાગ્રસ્તો ચોટીલા અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દોડી ગયેલ હતા અને મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. ઝગડા અંગે આગેવાનોને જાણ થતા બંન્ને તરફનાં લોકોને સમજાવટ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરાયેલ પરંતુ સફળતા સાંપડી ન હોવાની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *