સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામા ચોકલેટ બનાવતી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેમજ તેમની ટીમે ગોંડલ યાર્ડની મુલાકાત કરી વિવિધ માહિતીઓ મેળવી હતી.
આ તકે યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે હાલ રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી માટે આવ્યા છે તેમજ આગામી દિવસોમાં વિપુલ પ્રમાણમાં ખરીદી થતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. ખેડૂતોની મગફળી હવે સૌરાષ્ટ્ર પુરતી સીમિત ન રહેતા હવે વિદેશમાં પણ ગોંડલ યાર્ડની મગફળી જશે જેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થશે.
