સૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષ

અનેક પડકારો વચ્ચે અથાગ શ્રમ, આગામી ચૂંટણીમાં રાજકોટને અભેદ કિલ્લો બનાવવાની શહેર ભાજપ પ્રમુખની નેમ પાટીલથી વિશ્ર્વકર્માના કાર્યકાળમાં કાર્યક્રમોની હારમાળા, પાર્ટીના સ્વર્ગસ્થ નેતાઓને યાદ કરી…

અનેક પડકારો વચ્ચે અથાગ શ્રમ, આગામી ચૂંટણીમાં રાજકોટને અભેદ કિલ્લો બનાવવાની શહેર ભાજપ પ્રમુખની નેમ

પાટીલથી વિશ્ર્વકર્માના કાર્યકાળમાં કાર્યક્રમોની હારમાળા, પાર્ટીના સ્વર્ગસ્થ નેતાઓને યાદ કરી આપી શ્રધ્ધાંજલિ

રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે ડો. માધવ દવેના સફળ કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે, રાષ્ટ્રીય, પ્રદેશ અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો – કાર્યકર્તાઓ સહિત રાજકોટ શહેરની જનતાએ જે વિશ્વાસ અને ભરોસા સાથે રાજકોટ શહેર સંગઠનના અધ્યક્ષની જવાબદારી સોંપેલ હતી, તે પ્રજાલક્ષી વિવિધ કામો દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના શિર્ષ નેતૃત્વના ભારતના સ્વપ્નદૃષ્ટા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 ના મીશન અને સાર્થક બનાવવા અને રાજકોટ મહાનગરને ભારતીય જનતા પાર્ટીના અજય અને અભેદ્ય કિલ્લો બનાવવા તરફ ધીમા પણ મકકમતાથી, એકસુત્રતાથી ડગલાં માંડી લોકપ્રિય શહેર અધ્યક્ષ તરીકે સર્વસ્વીકૃત બનવા બદલ સૌનો આભાર વ્યકત કરતાં ડો. માધવ દવે આનંદની અનુભુતિ વ્યકત કરે છે.

ડો. માધવ દવે એ તેમના એક વર્ષના અનુભવોની માહિતી આપતાં જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ પદ એ હોદ્દો નહિ પણ જવાબદારી છે, અને આ જવાબદારીનું પ્રમાણિક અને નિષ્ઠાથી વહન કરવાની નેમ સાથે જ મેં રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓ, એસોશીએશન, સમાજના આગેવાનો અને રાજકોટ શહેરની લાગણી પ્રિય જનતાના સાથ અને સહકારથી જ આજે હું મારી અધ્યક્ષ તરીકેની સફળતાનું એક વર્ષ પૂર્ણ કરી શકયો છું. આપ સૌ એ પોતાનો અમૂલ્ય સમય, શ્રમ અને સ્નેહભર્યો સહયોગ આપ્યો છે તેવો જ સહકાર અને સાથ આગામી સમયમાં પણ આપવા નમ્ર અનુરોધ સાથે અપીલ કરતાં શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર વિશ્વમાં લોકશાહી તંત્રની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે ત્યારે મને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના શહેર પ્રમુખ તરીકે ગૌરવ અનુભવું છું. આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રૂૂપાણીના અમદાવાદની ગોજારી વિમાની દુર્ધટનાને દુ:ખી હ્રદયે યાદ કરી શ્રધ્ધાંજલી આપતાં શોકની લાગણી વ્યકત કરી હતી અને રાજકોટ શહેરને કાયમી ન ભુલી શકાય તેવા વીરપુરૂૂષની ખોટ વર્તાશે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરના બે વખત અધ્યક્ષ રહી ચુકેલા શ્રી જીતુભાઈ શાહ સહિત રાજકોટ શહેર સંગઠન પરીવારના દિવંગત સ્નેહીજનોને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી. ડો. માધવ દવે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વર્કર્માજી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીના નેતૃત્વમાં છેલ્લાં એક વર્ષ દરમ્યાન મને પ્રદેશમાંથી સોંપવામાં આવેલ તમામ જવાબદારી કૂનેહપૂર્વક સંભાળી સોંપવામાં આવેલ તમામ કાર્યક્રમોને રાજકોટ શહેર સંગઠનની ટીમના સાથ અને સહકારથી સફળ બનાવવા પ્રમાણિકતા અને નિષ્ઠાથી પ્રયાસો કરેલ છે. મારા પ્રમુખ તરીકેના સફળ એક વર્ષના કાર્યકાળનો તમામ શ્રેય રાજકોટ શહેર સંગઠનની સંપૂર્ણ ટીમ વર્કના ફાળે જાય છે જે મારા માટે આનંદની વાત છે.

રાજકોટ શહેર સંગઠનની ટીમ સાથે રહીને મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ મહાનગરમાં દરેક વોર્ડમાં મહોલ્લા / ખાટલા બેઠકોનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજકોટ મહાનગરમાં દરેક વોર્ડમાં વયવંદના આયુષ્યમાન કાર્ડ નોંધણી જેવા કાર્યક્રમો દ્વારા રાજકોટ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ શહેર ભાજપે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 મા જન્મવર્ષને માત્ર ઉત્સવ તરીકે નહીં, પરંતુ સેવા પખવાડિયા તરીકે ઉજવીને માનવતાની મહેક પ્રસરાવી છે.

ટેકનોલોજી અને ભક્તિનો સંગમનો કાર્યક્રમ રેસકોર્સના મેદાનમાં રાજકોટ એન. જી.ઓ. ફેડરેશન દ્વારા આયોજિત નમોત્સવ મલ્ટીમીડિયા શો યોજાયો હતો. જેમાં એક સાથે 100 થી વધુ ડ્રોન સાથેનો મોદી સાહેબના જીવન કવનની ગીત સંગીતે મઢેલી યશગાથા નિહાળી રાજકોટ શહેર અભિભૂત બની ગયું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વરણી બાદ રાજકોટમાં તેમનો પ્રથમ પ્રવાસ ઐતિહાસિક રહ્યો હતો. નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા અને વધાવવા માટે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉલ્લાસ જોવા મળ્યો હતો.

મહોત્સવનું છેલ્લા 19 વર્ષથી સતત અને અવિરત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ ઉપરના ગણપતિ પંડાલે આબાલ વૃધ્ધ સૌ ભકતજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. તાજેતરમાં સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રથમ જર્યોતીલીંગ એવા સોમનાથ મંદિર ઉપરના હુમલો થયા પછી પણ ધર્મ અને આસ્થાના પ્રતિક સમાન આ ધરોહર 1000 વર્ષથી અડીખમ પણ ઉભી છે તેની યાદગીરીરૂૂપે વડાપ્રધાન મોદી દ્વારા ઉજવણી કરવામાં આવેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પણ રાજકોટ શહેર સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજકોટથી સતત ચાર દિવસ સુધી ધર્મપ્રેમી જનતા સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે નિશુલ્ક ટ્રેઈન, નાસ્તો ચા-પાણી અને જમવા સહિતની વ્યવસ્થા સુપેરે પાર પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *