ધોરાજીમાં પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ઠોકર મારતા દાદી-પૌત્રના મોત

ધોરાજી શહેરના જૂનાગઢ ફાટક નજીક આજે એક માર્ગ અકસ્માતમાં દાદી અને તેમના એક વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરઝડપે આવી…

ધોરાજી શહેરના જૂનાગઢ ફાટક નજીક આજે એક માર્ગ અકસ્માતમાં દાદી અને તેમના એક વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે બાઇકને અડફેટે લેતાં આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સુમીબેન રાજુભાઈ અને તેમના એક વર્ષીય પૌત્ર પ્રિન્સ રાકેશભાઈનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું.

આ અકસ્માતમાં રાકેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂૂ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *