સરદાર પટેલની પ્રતિમાથી ગાંધીજીની પ્રતિમા સુધીનો રૂટ, મેડિકલ-ફાયર ટીમો તૈનાત રહેશે
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત થનારી ઉજવણી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રા યોજાનાર છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.12 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 08:30 કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ચોકથી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા, જ્યુબીલી ચોક સુધી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
તિરંગા યાત્રાના રૂૂટ પર વિવિધ સ્ટેજ બનાવી તેના પર ભારતીય સંસ્કૃતિ અને દેશ ભક્તિને ઉજાગર કરતા મનોરંજન કાર્યક્રમો કરવામાં આવશે. આ તિરંગા યાત્રાના આયોજનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શાખાઓ દ્વારા ટિમ બનાવી તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય શાખાની મેડીકલ ટીમો, ફાયર ટીમો સતત ખડે પગે રાખવામાં આવશે.
સમગ્ર યાત્રાના રૂૂટ, પાર્કિંગ, સાઉન્ડ, નાના-નાના સ્ટેજ બનાવી ત્યાં મનોરંજન કાર્યક્રમ, સફાઈ જેવી વિવિધ વ્યવસ્થાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા આયોજનબધ્ધ કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને દરેક ઘર/ઓફિસ પર તિરંગો લહેરાવવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.
‘વન ડે વન વોર્ડ’ઝુંબેશમાં તિરંગા યાત્રાના કારણે ફેરફાર
વાહજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે વન ડે વન વોર્ડ ઝુંબેશ તિરંગા યાત્રાનાં અનુસંઘાને વોર્ડ નં. 9નો કાર્યક્રમ તા.12/08/2025ને બદલે તા.01/09/2025 કરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગ%
