વૈશાખ સુદ પાંચમ તા. 2ના રોજ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરનો સ્થાપના દિવસ હોઈ તે તિથી અંતર્ગત સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિઓના સહયોગ થી યોજાયેલ. આ યાત્રાનો જૂના સોમનાથ મંદિરેથી બપોરના બે વાગ્યે પ્રારંભ થયેલ અને મેઈન બજાર, વડલા ચોક, રામરાખ ચોક, પાટ ચકલા સહિત નિયત રૂૂટ મુજબ પાલીખા યાત્રા ફરલ. અને નગરજનો ભગવાન દર્શન લાભ લીધેલ. દ્વિતિય વર્ષ યોજાનારી પાલખી યાત્રા અંતર્ગત શહેરમાં ઠેર – ઠેર રંગોળીઓ તથા શણગાર કરવામાં આવેલ. પાલખી યાત્રામાં ભુદેવો તેના પરંપરાગત વેશપરિધાનમાં સામેલ થશે. અને યાત્રામાં રૂૂદ્રાભિષેક, વેદમંત્રોચ્ચાર તથા શિવ સ્તુતિઓના ગાન સાથે જોડાયેલા તેમજ પાલખી યાત્રા ની આરતી ઉતારવામાં આવેલ. પાલખી યાત્રા ના રૂૂટ મા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું આ શોભાયાત્રા મા સોમનાથ પ્રભાસ પાટણ અને વેરાવળ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રભાસ પાટણ ના નગરજનો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો એ હાજરી આપી હતી અને સોમનાથ મહાદેવ ના જયઘોષ બોલાવેલા.
